રૂા. 100-500ની નકલી ચલણી નોટ છાપવાનું મીની કારખાનું પકડી ભેજાબાજ ત્રીપુટીની ધરપકડ

એક લાખની જાલી નોટ 35 હજારમાં વહેચતા ક્રાઈમ બ્રાંચ એલ.સી.બી.ની જાળમાં ફસાયા

રાજકોટ તા. 25
રિઝર્વ બેંક ભારતીય ચલણમાંથી 2000ની ચલણી નોટો હટાવવાનો નિર્ણ લીધો છે. ત્યારે નોટબંધીના કપરા કાળમાં કમાઈ લેવા માટે રાજકોટના ભેજાબાજ ગઠિયાએ પોતાના ઘરે 500 અને 100ના દરની નોટ છાપવાનું મીની કારખાનું શરૂ કરી દીધું હતું. અને 23.44 લાખની જાલી નોટ સાથે ક્રાઈમ બ્રાંચે ડેરીના સંચાલક સહિત ત્રણ ખ્સોની ધરપકડ કરી અત્યાર સુધીમાં જાલીનોટ કોને કોનો પધરાવી તે જાણવા ત્રિપુટીને રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલ નીરા ડેરી ફાર્મમાંતી જાલીનોટ ગ્રાહકોને પધરાવવામાં આવતી હોવાની બાતમી પરથી પોલીસે છાપો મારી સાધુવાસવાણી રોડ બાલાજી પાર્કમાં રહેતા ડેરીના માલીક વિશાલ બાબુભાઈ ગઢિયા (ઉ.વ.45 અને પાટીદાર ચોક પામસીટીમાં રહેતા તેના મિત્ર વિશાલ વસંતભાઈ બુધ્ધદેવ (ઉ.વ.39)ની ધરપકડ કરી 500 અને 100ના હદની જાલીનોટ કબ્જે કરી હતી.
જાલીનોટ સાથે પકડાયેલા બંને મિત્રોની ક્રાઈમ બ્રાંચે આગવી ઢબે પૂછપરછ કરતા મોરબી રોડ અમૃત પાર્ક મેઈન રોડ પર આવેલ વિશાલના મકાનમાં ભાડે રહેતા નિકુંજ અમરશીભાઈ ભાલોડિયા (ઉ.વ.35) જાલીનોટ છાપી ચલણમાં ભરવા માટે આપતી હોવાનું ખુલ્યું હતું. જેના આધારે પોલીસે મોરબી રોડ પર ભાડાના મકાનમાં રહેતા સુત્રધાર નિકુંજ અમરશી ભાલોડિયાના મકાનમાં છાપો મારી 500ના દરની 4622 નંગ જાલી ચલણી નોટ અને 100ના દરની 335 જાલી ચરણી નોટ મળી આવી હતી. પોલીસે સુત્રધારના ઘરમાંતી સ્કેનર પ્રીન્ટર, કોમ્પ્યુટર સીસ્ટમ અને મોબાઈલફોન કબ્જે કર્યો હતો. ક્રાઈમ બ્રાંચની આકરી પુછપરછમાં નિકુંજ મુળ ટંકારાના સજ્જનપર ગામનો વતની છે અને અગાઉ કારખાનાના ધંધામાં ખોટ જતા દેણું ઉતારવા માટે જાલીનોટના ધંધામાં ઝંપલાવ્યું હતું. પોલીસે બંન્ને મિત્રો પાસેથી 500ના દરની 200 નોટ કબ્જે લીધી હતી જે એક લાખની જાલી નકલી નોટ નિકુંજે 35 હજારમાં આપી હતી જ્યારે નિકુંજ પાસેથી 500ના દરની 4622 અને 100ના દરની 335 મળી કુલ 23,44,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પુછપરછમાં નિકુંજ છેલ્લા અઢી માસથી ભાડાના મકાનમાં જાલીનોટ છાપતો હોય અત્યાર સુધીમાં કોને કોને જાલીનોટ પધરાવી છે તે જાણવા રિમાન્ડ પર લેવાની કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતરમાં રિઝર્વ બેંકે 2000ની ચલણીનોટ ચલણમાંથી હટાવવાનો નિર્ણય લીધો હોય 500 અને 100ના દરની નોટની તંગી સર્જાશે તેવી આશાએ ભેજાબાજ ગેંગ 500 અને 100ના દરની જંગી ચલણી નોટ છાપવાનું શરૂ કર્યુ હતું. આ કામગીરી ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી. જાડેજા, એસઓજી પીઆઈ જે.ડી. ઝાલા, એલસીબી પીએસઆઈ આર.એચ.ઝાલા, એમ.જે. હુણની અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરવામા આવી હતી.
એક લાખની જાલીનોટ 35 હજારમાં વેચતો’ તો
રાજકોટમાંથી જાલીનોટ છાપવાનું કૌભાંડ ઝડપાયા બાદ પોલીસના સકંજામાં સપડાયેલા સુત્રધાર નિકુંજ અમરશી ભાલોડિયાએ નીરા ડેરી ફાર્મના માલીક વિશાલ ગઢિયાને રૂા. 35 હજારમાં એક લાખની જાલી ચલણી નોટ વટાવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ