જય સોમનાથને તલવાર તાણી ઘોડે ચડ્યા તા પુરના પાણી,ખાંટીને થયા રાજપૂત ખાંટ-ખાંટીયાણી,એવી અમર ગાથા ગવાણી
પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે,પ્રવિત્ર સોમવારે ભોળાનાથને ભજવા શિવાલયોમાં ભગવાન શિવની પૂજા,અર્ચના કરવા લાખો ભક્તોની ભીડ ઊમટે છે, સમગ્ર દેશમાં ભગવાન શિવની બાર જ્યોતિલિંગ આવેલ છે જેમાં ગુજરાતમાં બે સોમનાથ અને નાગેશ્વર,આ બાર જ્યોતિલિંગમાં સોમનાથ પ્રખર અને પ્રથમ જ્યોતિલિંગ છે,આપણે વાત કરીએ અરબ સાગરના કાંઠે બિરાજમાન દાદા સોમનાથ મહાદેવના પ્રથમ જ્યોતિલિંગ ની,શ્રાવણ માસ આવતા જ સોમનાથ મહાદેવના મંદિરે લાખો ભક્તો ભોળાનાથને શીશ ઝુકાવે છે,દાદા સોમેશ્વર દાદાનું મંદિર જયારથી નિર્માણ થયું ત્યારથી અનેક વખત વિધર્મીઓએ સોમનાથ મંદિર પર હુમલાઓ કર્યા છે છતાં આજે પણ સોમનાથ દાદાની ધજા ફરકે છે તેની પાછળનું કારણ છે અનેક વખતે થયેલા વિધર્મીઓના હુમલાઓને પડકાર કરનારા અનેક નરબંકાઓ અને કેટલીક ખમીરવંત જાતિઓના લોહી રેડાય ગયા છે, જેમાની એક અડીખમ અને ખમીરવંતી કોમ ખાંટ રાજપૂત છે,ખાંટ રાજપુતોના અનેક વીર યોધ્ધાઓએ પોતાના માથાઓ દાદા સોમનાથ મહાદેવની રક્ષા કાજે ચડાવ્યા છે છતાં આજે આ ખડતીલી કોમનો ઉલ્લેખ કે નોંધ લેવામાં નથી આવતી..! સોમનાથ મંદિરને લૂંટાતુ બચાવવા જ્યારે વિધર્મીઓના આક્રમણ દાદા સોમૈયા (સોમનાથ મહાદેવ દાદા)ના મંદિર ઉપર થયા ત્યારે લાઠીના કુંવર વીર હમીરજી ગોહિલએ સોમનાથ દાદાની સખાતે જવાનું નક્કી કર્યું ત્યારે તેમની સાથે જે અલગ અલગ પ્રાંત માંથી સોમનાથ દાદાની સખાતે સાત વિસુ ખરા રાજપુતો અને બાર હજાર બેલીઓ આવ્યા હતા,જેમાં અમરેશસિંહ ડાભી,પાતલજી ભટ્ટી,સત્રસલજી સરવૈયા,સિધશે સોલંકી,મેહજી મોરબીયા,મેપાજી મકવાણા, આશોજી મકવાણા,દૂદાજી મકવાણા,વ્રજરાજજી મકવાણા,દેશળજી ઝાલા,સિદ્ધપુરના પ્રધાન જાની બ્રાહ્મણ નાગજી મહારાજ,ભીમડાજના ભારોજી,અણહિલવાડાના નાગરાજ સોલંકી,વણવીરજી ચૌહાણ,મુળુજી પરમાર,વીરોજી પરમાર વગેરે સાથીઓ વીર હમીરજી ગોહિલ અને વિરવર રાજપૂતો વણવીર બારોટને સાથે લઈને ગઢ કામેરી ભેગા થયા અને જ્યારે સોમનાથની સખાતે કેસરિયા કરવા નીકળ્યા ત્યારે રસ્તામાં દ્રોણ-ગઢડામાં વેગડાજી ભીલ મળ્યા અને વેગડાજી ભીલે પોતાની સાતવીસુ ક્ધયાઓને રાજપૂતો સાથે ક્ધયાદાન કર્યા પછી વેગડાજી ભીલ અને તેના સાથીઓ પણ વીર હમીરજી તેમજ રાજપૂતો સાથે દાદા સોમૈયાની સખાતે નીકળ્યા સોમનાથ દાદાના મંદિરના રક્ષણ માટે વીર હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ સહિત અનેક વીરવર યોદ્ધાઓ યુદ્ધમાં શહીદ થયા અને બાકીના વિરવર રાજપુતો યુધ્ધમાં ખાટયા એટલે ખ્યાત થયા જે કાળક્રમે ખાંટ રાજપૂત થયા એવું માનવામાં આવી રહ્યું છે અને તે વીરવર યોદ્ધાઓના ઉલ્લેખ ક્ષત્રિય ખાંટ રાજપૂતોના બારોટજીના પરિયા (ચોપડા)માં પણ ઉલ્લેખ જોવા મળે છે, આમ દાદા સોમનાથ મહાદેવના રક્ષણ માટે આવેલા અલગ અલગ પ્રાંતના ક્ષત્રિયો રાજપૂતોનો એક સમૂહ એ ક્ષત્રિય ખાંટ રાજપૂત જાતિ,સોમનાથ દાદાની સખાતે ચડેલા એ રણસગા રાજપૂતોના વંશજો આજે પણ હયાત છે,ખાંટ રાજપૂત જેમણે સોરઠના સીમાળા ગજવી ઘણા સમય સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પણ રાજ કર્યું છે તેનો ઉલ્લેખ ઘણા બધા ઇતિહાસકારોએ પોતાના જુના પુસ્તકોમાં કરેલ છે અને ખાંટ રાજપૂતોના બારોટ દેવના ચોપડાઓમાં પણ જોવા મળે છે,સોમનાથ મંદિર પર અનેક વખત થયેલા આક્રમણ સામે બાથ ભીડવા કહેવાય છે કે દોઢ મણ જનોઈ બાહ્મણોએ ઉતારી રણમેદાન કામ આવ્યા હતા તો કિન્નરોએ પણ સોમનાથ દાદાના રક્ષણ માટે યુદ્ધમાં સમશેરો ઉપાડી હતી અને વીર ગતિ પામ્યા હતા, હાલ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ દાદાને શીશ ઝુકાવવા લાખો લોકો આવે છે પરંતુ જે વિરવર રાજપૂત યોદ્ધાઓએ આપેલા પોતાના બલિદાનો ને કારણે આજે સોમનાથ મહાદેવ દાદાના મંદિર ઉપર ધજા ફરકે છે તે વિરોને આજે આપણે વિસરી ગયા છીએ એ પણ એક સત્ય છે, પવીત્ર શ્રાવણ માસમાં દાદા સોમૈયાની પવિત્ર ભૂમિમાં એ વીરપુરુષોને યાદ કરવા એ આપણી સૌની ફરજ છે.સોમનાથ દાદાની રક્ષા કાજે બલિદાનો આપનાર તમામ વિરોને સત સત નમન.