Jai Hind

મારી શેરીએથી કાન કુંવર નિસર્યા રે લોલ……સૌરાષ્ટ્રમાં રંગે રંગે જન્માષ્ટમી ઉજવાઇ

સમગ્ર સૌરાષ્ટ્રમાં રંગરંગે અને આસ્થાભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ધર્મ સ્થાનકો ભગવાન શ્રી કૃષ્ણના રંગે રંગાયા હતા ઠેર ઠેર શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં હિન્દુ સંસ્કૃતિનું અનોખું વાતાવરણ સર્જાયું હતું દેવી-દેવતાઓના લોકોનુ ધ્યાન ખેચ્યું હતું ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત થયું હતું મટકી ફોડના કાર્યક્રમોએ લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો કૃષ્ણ લીલાના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. રાત્રે 12 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી થઇ હતી
(તસ્વીર : મુકેશ રીબડિયા-વિસાવદર, હાર્દિક બામટા-બગસરા, શકીલ કાશ્માણી-દીવ, વિપુલ હિરાણી-ભાવનગર, હસમુખ કંસારા-ધ્રોલ, પ્રવીણ દોગાં-જામકંડોરણા, વસંત ગોસ્વામી-રાજુલા, મુકેશ વરિયા-કાલાવડ, કુંજન રડિયા-ખંભાળિયા,સૌરભ દોશી-સાંવરકુંડલા, રૂદ્રદતસિંહ રાઠોડ-વઢવાણ, ગડુ શેરબાગ-પ્રભાકર મોદી, અનિલ કાનાવાટ, ડોળાસા, હેંમત શાહ-ચોટીલા)