આ મંદિરમાં ભકતો પત્ર લખીને બાપ્પાને મનોકામના કરે છે! ઢાંકના સિદ્ધિ વિનાયક મંદિરે આવતી કાલે ગણેશ ચતુર્થીની ઉજવણી


1008 લાડુના યજ્ઞનું ભોજન પ્રસાદનું આયોજન

ઉપલેટા તાલુકાના ઢાંક ગામે આવેલ સ્વયંભુ અને અતિ પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ખાતે તા.19ને મંગળવારના રોજ અંગારક ગણેશ ચતુર્થીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે.
ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ બાપાના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પવિત્ર દિવસે સિધ્ધિ વિનાયક મંદિરે વહેલી સવારે આરતી કર્યા બાદ 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી 1008 લાડુનું આયોજન ર;ઁં આવેલ છે. તેમજ 11-30 થી 1-30 વાગ્યા સુધી ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવેલું છે. ગણેશ ચતુર્થીના પાવન અવસર ઉપર મંદિરને ફુુલહાર તેમજ રોશનીના શણગારથી જળહળી ઉઠયું છે.
અહીંયા ગણેશ મંદિરે અતી પ્રાચીન અને સ્વયંભુ ગણેશજીની મુર્તી આવેલી છે. અહીં ગણેશજીનું વાહન સિંહ છે. જે આ મુતીં પૌરાણીક હોવાની માહિતી પુરી પાડે છે. કારણ કે સતયુગમાં ગણેશજીનું વાહન સિંહ હતું. અહીં પાંડવોએ પણ પુજા અર્ચના કરી હોવાની લોક વાયકા છે.
આ મંદિરની વિશેષતા એ છે કે કોઇ ભકતો અહીં રૂબરૂ ન આવી શકે તો તે પોતાના ઘરેથી પોસ્ટ દ્વારા પોતાની મનોકામના એક ચીઠીમાં લખીને પોસ્ટના કવરમાં નાખીને ગણેશ મંદિર ઢાંક લખીને મોકલી આપે તો પણ ગણપતિ બાપા તેમની મનોકામના પુર્ણ કરે છે. તેથી અહીંયા રોજના ઘણા બધા કવરો દેશ તેમજ વિદેશમાંથી પણ કવર આવે છે. જે કવર મંદિરના પુજારી ભરતગીરીજી દયાગીરીજી ગોસ્વામી અસેકાંતમાં ગણપતિ બાપા સમક્ષ વાંચી સંભળાવે છે ને ગણપતિ બાપા ભકતોના દુ:ખ દુરણ કરે છે.

રિલેટેડ ન્યૂઝ