વાંકાનેરમાં સગાઇ બાદ પરિવારજનોએ લગ્ન નહીં કરાવતા યુવક-યુવતી ભાગી ગયા

દીકરીના પરિવારજનોએ યુવકના માતાને ધમકી આપતા ફરીયાદ
વાંકાનેરના નવાપરા જીઆઇડીસી ઈટોના ભઠ્ઠા પાછળ રહેતાઆધેડના દિકરાની થોડા સમય અગાઉ સગાઈ થયેલ હોય પરંતું લગ્ન ન કરતા યુવક તથા યુવતી ભાગી જતા તે વાતનો ખાર રાખી દીકરીના પરિવારજનોએ દીકરાની માં પર જાન લેવા હુમલો કરતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા જીઆઇડીસી ઈટોના ભઠ્ઠા પાછળ રહેતા હંસાબેન બલુભાઇ ભોજવીયાના દિકરાની સગાઈ લાભુભાઇ બીજલભાઇની દિકરી સાથે કરેલ હોય પરંતું લગ્ન ન કરતા ફરીયાદીનો દિકરો તથા આરોપીની દિકરી ભાગી જતા તે વાતનો ખાર રાખી ફરીયાદીને આરોપી લાભુભાઇ બીજલભાઇ, કંચનબેન લાભુભાઇ, વજીબેન બીજલભાઇ અને જેકાબેન અવચરભાઇએ પાવડાના હાથ વડે શરીરે તથા વાસાના ભાગે તથા ડાબા હાથે તથા ડાબા પગે મુંઢ ઈજા કરી ગળું કાપી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તેમજ ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ