ઉના ગીરગઢડા તાલુકા વિસ્તારમાં પી જી વી સી એલ કંપની નો ઈલેક્ટ્રીક વાયર ચોરી થયેલ હોય તે અંગે ની ફરીયાદ ગીરગઢડા પોલીસ સ્ટેશન માં નોંધાય હતી ધણાં સમય થી અન ડીટેકટ આ એલ્યુમિનિયમ વાયર ની ચોરી નો ગુન્હો ડીટેન કરવાં ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર જાડેજા તેમજ ઉના મદદનીશ પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલ ની સુચના માર્ગદર્શન હેઠળ એસ ઓ જી નાં ઇન્ચાર્જ પોલીસ અધિકારી એ બી જાડેજા ની દેખરેખ હેઠળ મેહુલભાઈ પરમાર ગોપાલભાઈ મોરી ને બાતમી મળતાં વેરાવળ પટેલ વાડા માં આવેલ ફેજાન ધડા નાં ભંગાર નાં ડેલા માં એસ ઓ જી બ્રાન્ચ નાં સ્ટાફ સાથે ઘટના સ્થળે દરોડા પાડી પી જી વી સી એલ કંપની નો ઈલેક્ટ્રીક એલ્યુમિનિયમ વાયર ચોરી થયેલ કિ 477 રૂપિયા 67050 નો મુદ્દામાલ કબજે કરી ફેજાન આરીફ ધડા,અબાસ અબદરેમાન બાનવા,નવાજ ઈરફાન રફાઈ ની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પુછપરછ કરતાં નવાજ રફાઈ એ સીમાસી ગામ નાં અમીન હાલાઈ નાં સ્ટાર એન્ટર પ્રાઈઝ નામે આવેલ ડેલા માંથી ચોરી કરી ને અબાસ બાનવા સાથે મળીને વેરાવળ ખાતે વેચાણ કરેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે ત્રણ શખ્શો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે