નાગરિકોને કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ 17 યોજનાઓના લાભો અપાશે
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકારની વિવિધ યોજનાઓના પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર સતત કાર્યરત છે. ભારત સરકાર દ્વારા પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થીઓ અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા રાજયના તમામ જિલ્લાઓમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાશે. આ યાત્રાના રથમાં સરકારશ્રીના છેલ્લા દસ વર્ષના વિકાસ કામો અંગે જાણકારી અપાશે. તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ મહાનુભાવો- અધિકારીઓના હસ્તે કરાશે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં સ્થાનિક કક્ષાએ સમિતિની રચના થઇ ચૂકી છે.
રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં તા.22.11.23થી 20.1.24 સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રાના પાંચ રથ 594 ગામોમાં ફરશે. આ તમામ ગામોમાં લોકોને કેન્દ્ર અને રાજય સરકારશ્રીની વિવિધ 17 યોજનાઓના લાભો અપાશે.
આ યાત્રામાં શહેરી વિસ્તાર માટે સરકારની કુલ 17 યોજનાઓનો સમાવેશ થાય છે. જેમાં પી.એમ. સ્વનિધિ, પી.એમ. વિશ્વકર્મા, પી.એમ. ઉજ્જવલા, પી.એમ. મુદ્રાલોન, સ્ટાર્ટઅપ ઇન્ડિયા – સ્ટેન્ડઅપ ઇન્ડિયા, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. આવાસ યોજના(અર્બન), પી.એમ. ઇ.બસ સેવા, અટલ મિશન ફોર રેજુવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન(અમૃત), પી.એમ. ભારતીય જન ઔષધીય પરિયોજના, ઉજાલા યોજના, સૌભાગ્ય યોજના, ડિજિટલ પેમેન્ટ ઇન્ફાસ્ટ્રકચર, ખેલો ઇન્ડિયા, આર.સી.એસ:ઉડાન, વંદે ભારત ટ્રેન અને અમૃત ભારત સ્ટેશન યોજનાનો સમાવેશ થાય છે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ-1″ 120 ગામોમાં ફરશે. જેમાં રાજકોટ તાલુકામાં તા.22.11.23થી તા.6.1.24 તથા કોટડાસાંગાણી તાલુકામાં તા.6.1.24થી તા.20.1.24 સુધી 120 ગામોમાં ફરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ-2″ 115 ગામોમાં ફરશે. પડધરી તાલુકામાં તા.22.11.23 થી તા.21.12.23 સુધી 60 ગામોમાં ફરશે. લોધિકા તાલુકામાં તા.22.12.23 થી 9.1.24 સુધી 36 ગામોમાં ફરશે. કોટડા સાંગાણી તાલુકામાં તા. 9.1.24 થી તા.15.124 સુધી ફરશે. ગોંડલ તાલુકામાં તા.16.1.24થી 18.1.24 સુધી ફરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ-3″ 119 ગામોમાં ફરશે. જેમાં જસદણ તાલુકામાં તા.22.11.23 થી તા.21.12.23 સુધી 59 ગામોમાં ફરશે. વિછિયા તાલુકામાં તા.21.12.23 થી 13.1.24 સુધી 45 ગામોમાં ફરશે. ગોંડલ તાલુકામાં તા. 13.1.24 થી તા.20.1.24 સુધી 13 ગામોમાં ફરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ-4″ 120 ગામોમાં ફરશે. જેમાં ગોંડલ તાલુકામાં તા.22.11.23 થી તા.21.12.23 સુધી 60 ગામોમાં ફરશે. જેતપુર તાલુકામાં તા.22.12.23 થી 14.1.24 સુધી 47 ગામોમાં ફરશે. જામકંડોરણા તાલુકામાં તા. 15.1.24 થી તા.20.1.24 સુધી 12 ગામોમાં ફરશે.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ-5″ 120 ગામોમાં ફરશે. જેમાં જામકંડોરણા તાલુકામાં તા.22.11.23 થી તા.11.12.23 સુધી 39 ગામોમાં ફરશે. ઉપલેટા તાલુકામાં તા.11.12.23 થી 5.1.24 સુધી 50 ગામોમાં ફરશે. ધોરાજી તાલુકામાં તા. 6.1.24 થી તા.20.1.24 સુધી 29 ગામોમાં ફરશે.