ધોરાજીના સુપ્રસિદ્ધ મુરલી મનોહર મંદિરે ધાર્મિક મહોત્સવ યોજાયો

ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે આવેલ અતિ પૌરાણિક અને સુપ્રસિદ્ધ શ્રી મુરલી મનોહર મંદિર ખાતે મંદિરના મહંત શ્રી ની નિશ્રામાં દીપાવલી પર્વ ધાર્મિક ઉત્સવો વડે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. મુરલી મનોહર મંદિર ખાતે ધનતેરસ થી શ્રી લક્ષ્મીનારાયણ દેવની પૂજા તેમજ કાળી ચૌદસની રાત્રે હનુમંત યાગ યજ્ઞ હોમાત્મક યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં ગજાનંદ આશ્રમ માલસરના ગુરુજી વિજયભાઈ જોશી અને કર્મકાંડી ભૂદેવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિપાવલી નુતન વર્ષ મંદિર શિખર પર નુતન ધ્વજારોહણ ભાઈ બીજ ની ઉજવણી અને લાભ પાંચમ ના દિવસે પણ ધાર્મિક અને માંગલિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા મંદિર ખાતે દરરોજ નુતન ધ્વજારોહણ ઉપરાંત અન્ય ક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે જેમાં દીપાવલી પર્વ ના માંગલ્ય દિવસોમાં હજારો શ્રદ્ધાળુ યાત્રિકો એ ભોજન પ્રસાદનો દિવેલા લાભ લીધો હતો તેમ જ સંગીતના વિવિધ કલાકારો દ્વારા રાત્રીના ભક્તિ સંગીત ના કાર્યક્રમમાં પણ યોજવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ