ધ્રાંગધ્રાની તપોવન સ્કુલને રાજ્યની જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનામાં પસંદગી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કેટલાક તેજસ્વી વિધાથીઁઓ અભ્યાસમાં આગળ વધે તે માટે “મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજન” શરુ કરાઇ છે જેમા દરેક તાલુકા, જીલ્લામાથી સરકારી સ્કુલમાં ધોરણ 6થી12મા અભ્યાસ કરતા તેજસ્વી વિધાથીઁઓને સરકારની આ યોજનાનો લાભ મળે તે માટે ગત વષેઁ સામાન્ય પરીક્ષા લેવામા આવી હતી જેમાથી ધ્રાંગધ્રા પંથકમાં આશરે 1800 જેટલા વિધાથીઁઓ દ્વારા આ યોજનાનો લાભ મેળવવા માટે ભાગ લીધો હતો જેમાથી 158 વિધાથીઁઓ મેરીટમા આવ્યા હતા. આ મેરીટમા આવેલ 158 વિધાથીઁઓને ધ્રાંગધ્રાની પ્રાઇવેટ સ્કુલોમાં અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર સ્કોલરશીપ આપશે. જ્યારે રાજ્ય સરકારની જ્ઞાનસેતુ સ્કોલરશિપ યોજના અંતઁગત ધ્રાંગધ્રાની તપોવન વિધાલયની પસંદગી પામવામાં આવી છે. જેમા તપોવન વિધાલય ખાતે મેરીટ મા આવેલ વિધાથીઁઓને અભ્યાસ કરવાનો મોકો મળશે જેની સામે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6થી 8ના વિધાથીઁઓના અભ્યાસ માટે રુપિયા 20,000/-, ધોરણ 9થી 10મા અભ્યાસ કરતા વિધાથીઁઓ માટે 22,000 રુપિયા તથા ધોરણ 11 અને 12ના વિધાથીઁઓને 28,000 રુપિયા સ્કોલરશીપ મળવા પાત્ર થશે. હાલમા રાજ્ય સરકારની જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનમા મેરીટમા આવેલ તમામ વિધાથીઁઓના એડમિશન પણ સરકાર દ્વારા પસંદગી કરેલ તપોવન વિધાલય ખાતે શરૂ કરી દેવાયા છે. આ તરફ રાજ્ય સરકારની યોજનામાં પસંદગી પામેલ તપોવન વિધાલયના સંચાલક વિપુલભાઇ દલસાણીયા દ્વારા જણાવાયુ હતુ કે “મુખ્ય મંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતઁગત ધ્રાંગધ્રા પંથકના તમામ તેજસ્વી વિધાથીઁઓને સરકાર દ્વારા અભ્યાસ ક્રમે વધુ આગળ વધે તેવા હેતુથી વધુ એક ડગલું માંડ્યુ છે જેમા સરકારે પણ ખાનગી શાળાની પસંદગી માટે કેટલાક ક્રાઇટ એરીયા નક્કી કયોઁ હતો જે સંદભઁમા ધ્રાંગધ્રાની તપોવન સ્કુલની પસંદગી પામી છે.

રિલેટેડ ન્યૂઝ