વાંકાનેરમાં સંત જલારામ જયંતિની ભકિતભાવે ઉજવાઇ

વાંકાનેરમાં સંત શિરોમણી જલારાબાપાની 224મી જન્મજયંતિ ધામધુમથી ભાકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વાંકાનેર શહેર તથા પંથકમાં વસવાટ કરતા સમસ્ત લોહાણા સમાજના તમામ પરિવારો માટે સમુહ પ્રસાદ (નાત જમણ) અત્રેની દિવાનપરા ખાતે આવેલ લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં લાઇવ બુંદી-ગાંઠીયાનો પ્રસાદ બનાવી શહેર રાજ માર્ગો પરથી પસાર થતા તમામ નાગરીક ભાઇઓ-બહેનોને જય જલારામબાપાના નાદ સાથે વિતરણ કરવામાં આવ્યો હતો. જયારે માર્કેટ ખાતે રઘુવંશી સોસ્યલ ગુ્રપ દ્વારા બાપાની મુર્તી સ્થાપી સુંદર ઝુપડી તૈયાર કરી લાઇવ પ્રસાદ બનાવી વિતરણ કરવામાં આવતુ હતુ આ તકે લોહાણઆ સમાજના અગ્રણી અને ધારાસભ્ય જીતુભાઇ સોમાણી એ પોતાના સ્વહાથે તાવડા પર બંસી પ્રસાદ બનાવવા બેઠેલ હતા.આ તકે લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, જ્ઞાતિ આગેવાનો વિનુભાઇ કરારીયા, ગીરીશભાઇ કાનાબાર, અશ્ર્વિનભાઇ જોબનપુત્રા, હીત સોસ્યલ ગૃ્રપના હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા.જ્ઞાતિ જમણ સમયે તમામ રઘુવંશી પરિવારોને ઉપ્રમુખ રમેશભાઇ અખેણી (જલારામડેરી) દ્વારા પુજય બાપાની તસ્વીર વાળા કેલેન્ડર તથા તારીખના ડટ્ટાનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.(તસ્વીર : લિતેશ ચંદરાણા વાંકાનેર)

રિલેટેડ ન્યૂઝ