મોટીપાનેલીમાં ખેડૂતોને ખાતરની પડી રહેલ ભારે હાલાકી

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી મા ખેડૂતો ને શીયાળુ પાક નુ વાવેતર કરવા માટે ઉઅઙ-ગઙઊં ખાતર ની તંગી વર્તાઇ રહી છે ખેડૂતો ખેતી કામ છોડી ઉઅઙ-ગઙઊંખાતર માટે લાઈન મા ઉભવા મજબુર છે અને લાઈન મા કલાકો ઉભવા છતાં ખેડુત નો વારો આવે ત્યારે ખેડુત ખાતેદાર દીઠ ફક્ત પાંચ થેલી ઉઅઙ-ગઙઊં ખાતર મળે છે ખેડૂતો શીયાળુ પાક જેવાકે ધઉ ચણા ધાણા જીરું વરિયાળી એરંડા વગેરે પાક ના વાવેતર તથા પાક મા નાખવા માટે ઉઅઙ-ગઙઊં ખાતર ની જરૂરિયાત હોવાથી ખેડૂતો લાંબી લાંબી લાઈનો મા પોતાનું ખેતીકામ છોડી લાઈન મા ઉભવા મજબુર છે ખેડૂતોની ગંભીર સમસ્યા ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયા ને જાણ થતા તુરંત કૃષિમંત્રી રાઘવજી પટેલ તેમજ ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ને રજુઆત કરી પાનેલી માટે તાતકાલિક ખાતર નો જથ્થો પૂરો પાડવા ભલામણ કરી ખેડૂતોની સમસ્યા હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરેલ છે.ખેડૂતો ને પડી રહેલ ઉઅઙ-ગઙઊં ખાતર ની હાલાકી નુ નીરાકરણ લાવવા ખેડૂતો એ ભારપૂર્વક માંગણી કરેલ છે. (તસ્વીર : અતુલ ચગ)

રિલેટેડ ન્યૂઝ