Jai Hind

ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ લોઢવા ગામ અને ક્ધયા શાળાનું ગૌરવ વધારતી ક્ધયાઓ


તારીખ 9 અને 10 ફેબ્રુઆરી 2024 ના રોજ બે દિવસ માટે રમાયેલ જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ -2023-24 માં કરાટે અને ટેકવિન્ડો એમ બે પ્રકારની ઇવેન્ટમાં રમવા માટે લોઢવા ક્ધયા પ્રા. શાળાની બંને દિવસ 12-12 ખેલાડીઓ રમવા ગયેલ તો તેમાં જબરદસ્ત પ્રદર્શન કરીને પ્રથમ સ્થાને 5(પાંચ) દિકરીઓ,દ્વિતિય સ્થાને 3(ત્રણ) અને તૃતીય સ્થાને 2(બે) દિકરીઓએ જીત હાંસલ કરીને લોઢવા ગામ તથા ક્ધયા શાળાનું ગૌરવ વધારેલ છે..આ તમામ દીકરીઓને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે અને ગામ લોકો હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.આ તમામ ખેલાડીઓને ટ્રેનિંગ આપી રાજ્ય કક્ષાએ પહોંચાડવામાં મુખ્યત્વે ફાળો અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન અને ટ્રેઇનર અક્ષયભાઈ પરમારનો રહ્યો છે સાથે પણ સહકાર અદ્દભુત રહ્યો છે.તમામ જોડાયેલ બાળાઓના માતા-પિતાએ પણ આ સાહસિક રમતમાં સંમતિ આપીને સહકાર આપવા બદલ આ તમામ સહભાગી લોકોનો શાળા પરિવાર આભારી છે.