ધોરાજી પોલીસ દ્વારા હોળી ધુળેટી અને મોહરમ અનુસંધાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

હોળી અને ધુળેટીમાં કેફી પદાર્થ પીને જાહેરમાં રખતા શખ્સો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે… પીઆઈ આર જે ગોધમ

ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે હોળી ધુળેટી અને મહોરમ માસના અનુસંધાને પોલીસે ઇન્સ્પેક્ટર આર જે ગોધમ ના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી
આ બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોધમ એ જણાવેલ કે શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના બંનેના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે હોળી અને ધુળેટી પર્વ શાંતિથી પસાર થાય એ માટે રાત્રિના રવિવારે હોલિકા દહન તેમજ સોમવારે ધુળેટી હોય આ સમયે ખૂબ જ શાંતિથી ઉત્સવો ઉજવે તે બાબતે ખાસ ભાર મૂક્યો હતો પરંતુ હોળી અને ધૂળેટીના પર્વ નિમિત્તે કોઈ રાત્રિના કેફી પદાર્થો પીને જાહેરમાં નીકળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
તેમજ શહેરના વિવિધ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ જણાવેલ કે ધોરાજીમાં સ્ટેશન રોડ જેતપુર રોડ જીન પ્લોટ માધવ ગૌશાળા હોકળા કાઠા દરબાર ગઢ વિસ્તાર વગેરે વિસ્તારો માં મોટરસાયકલ ચાલકો ગેરકાયદેસર રીતે ફટાકડાના હોન રાખીને મોડી રાત સુધી જાહેર માર્ગ માં નીકળીને ફટાકડા ફોડતા હોય છે હોર્ન વગાડતા હોય છે જે અંગેની ફરિયાદ આવતા પોલીસ ઇન્સ્પેક્ટર ગોધમ એ તાત્કાલિક અસરથી આવા સીન જમાવતા મોટરસાયકલના મોટરસાયકલ તાત્કાલિક અસર થી ડિટેઇન કરીને કડક આથે કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો
આ સમયે પોલીસ ઇસ્પેકટર ગોધમ એ જણાવેલ કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ તે માટે આપ સૌના સહકારની પણ જરૂર છે અને શાંતિ સમિતિમાં હિન્દુ મુસ્લિમ સમાજના જે આગેવાનો આવે છે તે પણ સમાજના એક માર્ગદર્શક તરીકે આવતા હોય છે ત્યારે શહેરમાં હિન્દુ મુસ્લિમ સમાજના બંને સમાજના તહેવારો સાથે હોય ત્યારે કોમી એકતાને ભાઈચારો જળવાઈ રહે તે બાબતે સૌને વિનંતી કરી હતી
શાંતિ સમિતિ બેઠકમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભા ના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભરતભાઈ બગડા જયેશભાઈ ચૌધરી કૌશલ ભાષા ભાજપના વિજયભાઈ બાબરીયા તેમજ વિશ્વ હિન્દુ પરિષદ ધોરાજી માંથી મનીષભાઈ સોલંકી શહેર કોંગ્રેસમાંથી દિનેશભાઈ વોરા ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાંતિ સમિતિ ની વ્યવસ્થા રમણીકભાઈ મણવર દ્વારા કરવામાં આવી હતી

રિલેટેડ ન્યૂઝ