જેતપુર તાલુકા પંચાયત કચેરીમાં ટીડીઓની ખુરશી પર બેસી ભાજપના મહિલા નેતાઓનું ફોટો સેશન

સોશ્યલ મીડિયામાં ફોટા વાયરલ: તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરીયા ફોટો સેશન મામલે મૌન: ટીડીઓનાં સ્થાને ભાજપ મહિલા નેતાઓ સત્તારૂઢ થઇને ફોટા સેશન મુદ્દે તટસ્થ તપાસની લોકમાંગ

જેતપુરમાં રાજકોટ રોડ પર આવેલ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ભાજપનાં તેમજ કારોબારી ચેરમેન મહિલા નેતાઓ અધિકારીની ખુરશીઓ પર બેસીને ફોટો સેશનના ફોટા વાયરલ થયા હતા.આ મમાલે તાલુકા પંચાયત અધિકારી પર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
જેતપુર તાલુકા પંચાયતમાં આવેલ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં ભાજપના મહિલા નેતાઓએ ફોટોસેશન કરાવ્યું હતુ. સત્તાના મંદમાં મહિલા નેતાઓ અધિકારીની ચેમ્બરમાં આરામથી ફોટો સેસન કરાવ્યું હતું. જેમાં ખુદ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નીતાબેન ગુંદાણીયા તેમજ રાજકોટ જિલ્લા ભાજપના મહિલા મોરચાના મીતાબેન ભેડા તેમજ અન્ય ભાજપના એક મહિલા આ ફોટો સેશનમાં સામેલ હતા. તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનને ઓફિસ ફાળવેલ હોવા છતાં શા કારણે તાલુકા વિકાસ અધિકારીની ચેમ્બરમાં જઈ આવા ફોટા સેશનનો ચસ્કો લાગ્યો હશે? જ્યારે તાલુકા વિકાસ અધિકારી સ્થળ પર અથવા તો ઓફિસમાં હાજર ન હોય ત્યારે આ ફોટા પડાવ્યા હોવાની ઘટના બની હોવાનું વિગતો મળી છે .પરંતુ આ બાબતે તાલુકા વિકાસ અધિકારીની પાસે પટાવાળાઓ પણ રહેતા હોય છે ત્યારે આ મહિલાઓ ઓફિસમાં પ્રવેશ કરી ફોટો સેશન કેવી રીતે કર્યું? તે પણ એક મોટી વાત છે.ત્યારે ખુરશીમાં બેસી ને પડેલા ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે. જેથી તાલુકા વિકાસ અધિકારી જયદીપ વણપરીયાએ સમગ્ર મામલે મૌન સેવ્યું છે. આ સાથે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસ કરાવીને પગલાં ભરવા માંગ ઉઠી છે. બીજી બાજુ
ખુરશી પર બીરાજમાન હોવાનાં ફોટાઓ વાયરલ કરી દેતાં રાજકીય વર્તુળમાં ઉહાપોહ મચી જવા પામ્યો છે.

રિલેટેડ ન્યૂઝ