લોકસભા ચૂંટણી-૨૦૨૪ રાજકોટ જસદણમાં વિવિધ સ્થળોએ ચૂંટણીને દૂષિત કરનારા પરિબળોનું પ્રતીક દહન


જસદણના જુના માર્કેટિંગ યાર્ડ પાસે હોલિકા દહન કરી અને ચૂંટણીને દૂષિત કરનારા પરિબળોનું પ્રતીક દહન
રાજકોટ, તા.૨૪ માર્ચ – રાજકોટ જસદણ હોલિકા દહન ના કાર્યક્રમ નિમિત્તે લોકશાહીની સમગ્ર પ્રક્રિયા તથા મતદાનમાં નડતરરૂપ પરિબળોનું સામૂહિક દહન કરવામાં આવ્યું હતું.


લોકશાહીની મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાને દૂષિત કરનારા પરિબળો જેવા કે અનૈતિક તત્વ, માદક દ્રવ્ય, બળ પ્રયોગ, હિંસા, લોભ, લાલચ, આળસ વગેરેના પોસ્ટર બાળીને તેનું પ્રતીક દહન કરવામાં આવ્યું હતું.


72 જસદણ વિધાનસભા મતવિસ્તારમા સમાવિષ્ટ જસદણ ગામમા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને જસદણ પ્રાંત અધિકારી ગ્રીષ્માબેન રાઠવા અને જસદણ નગરપાલિકા ચીફ ઓફિસર રાજુભાઈ શેખ ની ઉપસ્થિતીમાં હોલિકા દહન અંતર્ગત સ્વીપ “મતદાન જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં લોભ, લાલચ, હિંસા, અનૈતિક તત્ત્વો, બળ પ્રયોગ, કેફી દ્રવ્યો, ભ્રષ્ટાચાર, આળસ ના પેમ્પ્લેટ્સ દહન અંગેનો કાર્યક્રમ જાહેર જનતાને સાથે રાખી યોજવામાં આવ્યો હતો.
જસદણ ખાતે હોલિકા દહન અંતર્ગત સ્વીપ “મતદાન જાગૃતિ” કાર્યક્રમ યોજાયો હતો.

રિલેટેડ ન્યૂઝ