જામનગર-રાજકોટમાંથી ત્રણ વાહનોની ચોરી કરનારની અટકાયત

પોલીસે બાઇકનો કબ્જો સંભાળી કાર્યવાહી હાથ ધરી

જામનગર તેમજ રાજકોટમાં થી બે એક્ટીવા સ્કૂટર અને એક મોટરસાયકલ ની ચોરી કરનાર તસ્કરને પોલીસે મોખાણા ગામમાંથી ઝડપી લીધો છે, અને ચોરાઉ વાહનો કબજે કર્યા છે. તેણે અગાઉ એક ડઝનથી વધુ વાહનો ની ચોરી કરી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે.
જામનગરના પોલીસ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોખાણા ગામના પાટીયા પાસેથી બાઈક લઈને નીકળેલા જામનગર તાલુકાના નારણપર ગામના વતની જીતુ જેરામભાઈ શેખા નામના શખ્સ ને અટકાવ્યો હતો, અને તેની પાસે રહેલા બાઈક ના કાગળો માંગતાં તેણે તે રાજકોટ માંથી ચોરી કર્યું હોવાનું કબુલ્યું હતું.
આ ઉપરાંત તેણે ચોરી કરેલા અન્ય બે એકટીવા સ્કૂટર પણ કાઢી આપ્યા હતા. આથી પોલીસે ત્રણ ચોરાઉ વાહનો સાથે આરોપી જીતુ શેખા ની અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછ પરછ હાથ ધરી છે.
ઉપરોક્ત આરોપી અગાઉ એક ડઝનથી વધુ વાહન ચોરીમાં સંડોવાયેલો હોવાનું પણ પોલીસને ધ્યાનમાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ