નેવીની ટ્રેનિંગ પુરી કરીને આવતા ગ્રામજનો, દ્વારા સ્વાગત

પ્રાચી તીર્થ…સુત્રાપાડા તાલુકાના ભુવાવાડા ગામના યુવાન અક્ષયભાઈ દાનાભાઈ બાંભણીયા આજ રોજ ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પુરી કરીને પરત આવ્યા ગામલોકો તથા સમાજના આગેવાનો હાજર રહીને રેલી સ્વરૂપે ઉત્સાહભેર સ્વાગત કરવાના આવ્યુ હતું આજે કોળી સમાજ પ્રાચી ખાતે આગેવાનો દ્વારા ફુલહાર તથા સાલ ઓઢાડી ને સન્માન કરાયું હતું ત્યારબાદ વતન ભુવાવાડા ગામ ખાતે ડીજે ની તાલે વિશાળ બાઈક રેલી નીકળી હતી અને ગ્રામજનો દ્વારા ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને હજુ પણ આપ આગળ વધો એવી ગ્રામજનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.(તસ્વીર : જાદવભાઈ ચુડાસમા)

રિલેટેડ ન્યૂઝ