વિશ્ર્વ રંગભૂમિ દિવસ નિમિતે ઉત્સવ એકિટગ એકેડમી દ્વારા નાટયનું મંથન

27 – માર્ચ વિશ્ર્વ રંગભૂમિ દિન નિમિતે રંગનગરી રાજકોટમાં ઉત્સવ એક્ટિંગ એકેડેમી અને તેની સહયોગી સંસ્થા કિરદાર ફાઉન્ડેશનને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાય મળતા, શિવમ ફાઉન્ડેશન – રાજકોટને પણ આવરી લઇ હેમુ ગઢવી મીની થીયેટર ખાતે રાત્રીના 08:30 થી 11:30 દરમ્યાન રંગદેવતાને ત્રિદલ બિલ્વપત્ર રૂૂપી ત્રણ એકાંકી નાટકો અર્પણ કરી 35 – જેટલા કલાકાર – કસબીઓ દ્વારા મહાદેવ નટરાજની વંદના સાથે કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. બાળ કલાકારો ધર્મ જોષી અને જીતાર્થ જોષી દ્વારા રંગ જ્યોત પ્રગટ કરી હતી. કવિ – નાટ્યકાર ડો. શૈલેશ ટેવાણી દ્વારા, રજૂ થનાર ત્રણે નાટકોની ભૂમિકા સાથે રંગભૂમિ વિષે પ્રવચન આપ્યું હતું. પ્રથમ રંગપૂષ્ય રૂૂપે પ્રા. જ્યોતિ વૈદ્ય લિખિત, નિર્લોક પરમાર દિગ્દર્શિત અને ઉત્સવ એક્ટિંગ એકેડેમી દ્વારા પ્રસ્તુત, નિ:સંતાન પ્રૌઢ યુગલની મનોવેદનાને નિરૂૂપણ કરતુ કલાત્મક એકાંકી નાટક : ચાલો ઘર ઘર રમીએનાં કલાકાર કાજલ જોષી અને શૃંગાર રૂૂઘાણીનો સુંદર અભિનય સૌને સ્પર્શી ગયો હતો. દ્વિતીય રંગપૂષ્પ રૂૂપી નાટક હતું મોતનો સામાન, વ્યસનની વરવી વાસ્તવિકતા રજુ કરતાં કિરદાર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત આ નાટકના લેખક નિર્લોક પરમાર અને દિગ્દર્શક તેમજ મુખ્ય ભૂમિકા ભજવનાર નવોદિત કલાકાર ડાર્વિન મારડિયા તેમજ કિષ્ના સંચાણીયા કર્યુ હતું. તૃતીય રંગપૂષ્પ રૂપી નાટક વતન કી મિટ્ટીની પ્રસ્તુતિ શિવમ ફાઉન્ડેશન રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. નિર્લોક પરમાર લિખિત અને ગૌતમ દવે દિગ્દર્શિત આ નાટકમાં મુસ્લિમ પ્રૌઢનો તન પ્રેમનો વલવલાટ સૌને સ્પર્શી ગયો હતો. ઉપરોક્ત ત્રણે નાટકોમાં પ્રકાશ રચના અને સંચાલન રમીઝ સાલાણી, સંગીત સંકલન અને સંચાલન ગુલામ હુસેન અગવાન, રંગભૂષા હરેશ તુરી અને મંચ સજ્જા અશોક લુંગાતરના હતાં. આ કાર્યક્રમમાં જવલંત છાંયા – તંત્રી ફુલછાબ, ડો. શૈલેશ ટેવાણી – કવિ નાટ્યકાર, હર્ષલભાઈ મણિયાર કલા સાહિત્ય પ્રેમી, રમેશ પાંભર – કેળવણીકાર જઊંઙ જઈઇંઘઘક, કીર્તિકુમાર જોષી – પ્રમુખ મહાનગર પાલિકા નિવૃત કર્મચારી મંડળ, દિનેશ વિરાણી – ઉત્સવ ગ્રુપ, પરેશ પોપટ – છઉ ગ્રુપ, હસન મલેક – વરિષ્ઠ નાટ્યકાર, હિતેશ દિહોરા – જિલ્લા યુવા વિકાસ અધિકારી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. આમ 35 જેટલા કલાકાર – કસબીઓ દ્વારા રજૂ થયેલ ત્રણે નાટકોને ખીચોખીચ જનમેદનીએ મન ભરીને માણ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ