સરકારી હોસ્પિટલમાંથી બાઇકચોર રંગેહાથ પકડાયો પ્ર.નગર પોલીસ મથકમાં તસ્કરને સોંપાયો

સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના વાહનો અને કિંમતી ચીજવસ્તુઓ ચોરી થવાના બનાવો અવાર-નવાર નોંધાતા રહે છે. ત્યારે આજે સિવિલ હોસ્ટિલના પાર્કિંગમાંથી બાઇક ઉઠાવી જતા શંકાસ્પદ શખ્સને સિક્યુરીટીના સ્ટાફે પકડી પાડતા હાજર લોકોએ તે શખ્સને લમધારી નખ્યો હતો. અને પોલીસ હવાલે કરતા પ્ર.નગર પોલીસે ઝડપાયેલા શખ્સને પોલીસ મથકે લઇ જઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકી પાછળ આવેલા પાર્કિંગમાંથી આજ સવારે એક શખ્સ બાઇક લઇ બહાર નીકળતો હોય તે શંકાસ્પદ હાલતમાં જાણતા સિક્યુરીટીના સ્ટાફ દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યારે હાજર લોકોએ ઝડપાયેલો શખ્સ વાહન ચોર હોવાની શંકાના આધારે તેને મેથીપાક ચખાડાવામાં આવ્યો હતો. સિક્યુરીટી દ્વારા તે શખ્સની પૂછપરછ કરતા પોતાનુ નામ પરેશ રાજુભાઇ વાજેલીયા (રહે.જસદણ) હોવાનો અને આ બાઇક તેના ફાઇનુ હોવાનુ જણાવતો હતો જો કે, હકીકતે તેનો છે કે અન્ય કોઇનુ તે અંગે શંકાસ્પદ જાણતા સિક્યુરીટી દ્વારા પોલીસ ક્ધટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા પ્ર.નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. સિક્યુરીટી દ્વારા ઝડપાયેલા શખ્સને પોલીસ હવાલે કરવામાં આવતા પોલીસે તે શખ્સને પ્ર.નગર પોલીસ ખાતે લઇ જઇ વધુ પૂછપરછ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ