સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ આરતી અને પરમહંસ ધામ

કાલવાણી સ્વામિનારાયણ મંદિરના મહંત શ્રી નારાયણ પ્રિયદાસ સ્વામીનો અક્ષરવાસ

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ કે જે ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ એકી સાથે 500 પરમ હંસો ને દીક્ષા આપી હતી અને જય સદગુરુ સ્વામી આ આરતી ની શરૂઆત પણ કાલવાણી ગામમાંથી થયેલ છે તેવા કાલવાણી મંદિરના સ્થાપક અને મહંત શાસ્ત્રી સ્વામી શ્રી નારાયણ પ્રિય દાસ સ્વામી ઉ વ. 80 ગુરૂ ભક્તિ પ્રિય દાસ. (. કવિ સ્વામી ) નો. આજે વહેલી સવારે. અક્ષરવાસ થયો છે.
બપોરે ત્રણ વાગે કાલ વાણી મંદિરના પટાંગણમાં સ્વામીનો અગ્નિસંસ્કાર નિમિતે. શ્રદ્ધાંજલિસભા યોજાઈ હતી શ્રદ્ધાંજલિ સભામાં ધારાસભ્ય દેવાભાઈ માલમ કાલવાણી મંદિરના સંતો કૃષ્ણદાસ સ્વામી મુક્ત સ્વરૂપ સ્વામી ઉત્સવ પ્રેદાસ સ્વામી. ડોક્ટર ધાર્મિક ભરતભાઈ સોજીત્રા દેવ નંદન સ્વામી જુનાગઢ મંદિરના ચેરમેન પી પી સ્વામી. કોઠારી પ્રેમ સ્વરૂપ સ્વામી શાસ્ત્રી નારાયણ ચરણ સ્વામી માધવ સ્વામી વડતાલના મંદિર ના નવતમ પ્રકાશ સ્વામી સહિત અમદાવાદ અને વડતાલ બન્ને દેશ મંદિરો ના ગામે ગામ ના સંતો તથા મોટી સંખ્યા માં હરિભક્તો એ હાજરી આપી હતી ત્યારબાદ 4:વાગે વાજતે ગાજતે નારણ પ્રિય દાસ સ્વામી ને પાલખિ માં બેસાડી ને વાડીમાં જ વેદ મંત્રો અને સંસ્કૃતમાં છંદો સાથે અગ્નિસંસ્કાર કરવામાં આવેલ હતો મોટી સંખ્યામાં હરિભક્તો હાજરી આપી હતી

રિલેટેડ ન્યૂઝ