ખંભાળિયા પંથકમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામે આવેલી સરકારી સ્કૂલ પાસે રહેતા સુરેશ ધનાભાઈ ડગરા નામના 42 વર્ષના શખ્સ દ્વારા પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી અને ચલાવતા જુગારના અખાડામાંથી પોલીસે આરોપી સુરેશ ડગરા સાથે તેજા પાલા ડગરા, માલસી ખેતા ઢચા, વિજય આલા માતંગ અને પુના ભુરા રાઠોડ નામના પાંચ શખ્સોને દબોચી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 48,800 રોકડા તથા રૂપિયા 6,000 ની કિંમતના ત્રણ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 54,800 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

રિલેટેડ ન્યૂઝ