ખંભાળીયા નજીકના વાડી વિસ્તારમાં આગનું છમકલું

ખંભાળિયા શહેર નજીક આવેલી ખોખરા દેવળ વાડી વિસ્તારમાં રવિવારે મોડી સાંજના સમયે એકાએક આગ ભભુકી ઉઠતા આ અંગે ફાયર વિભાગના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારની સુચના મુજબ ફાયર સ્ટાફના સંજયભાઈ ભાટુ તથા યોગેશભાઈ પાથરની ટીમએ ફાયર ફાઈટર વડે પાણીનો મારો ચલાવીને એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ