ઈન્કમટેક્ષના રિટર્ન નવી તથા જૂની સિસ્ટમ મુજબ ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ

કાયદા મુજબ કરદાતાઓ જૂની અને નવી એમ બન્ને સિસ્ટમમાંથી ગમે તે સિસ્ટમથી ઈન્કમટેક્ષના રિટર્ન ફાઈલ કરી શકે છે અગાઉની જૂની સિસ્ટમ મુજબ કરદાતાને ચોક્કસ મર્યાદા સુધી કરેલ રોકાણ બાદ મળે છે પછી આવક મુજબ 10-20 અને 30 ટકાના ટેક્સના સ્લેબ લાગુ પડે છે. જ્યારે નવી સિસ્ટમમાં કોઈપણ પ્રકારનું રોકાણ બાદ મળતુ નથી.
ઈન્કમટેક્સના કાયદા મુજબ 2023-24ના નાણાકીય વર્ષ માટે રિટર્ન ભરવા માટે જૂની અને નવી એમ બે સિસ્ટમ અમલમાં મુકી છે. આથી જેને જૂની સિસ્ટમ મુજબ રિટર્ન ભરવાનું હોય તેને ઈન્કમટેક્સ ડીપાર્ટમેન્ટને જાહેર કરેલ નવું ફોર્મ 10 એ ઈ સાથે ભરવાનું રહેશે આથી ટેક્ષની ગણતરી દરમિયાન લઈને કાયદાએ સિસ્ટમ નક્કી કરીને રીટર્ન ભરવું હિતાવહ છે.
ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જૂલાઈ છે જ્યારે ચોતરફ રિટર્ન ભરવા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર છે. મુદત બાદ જૂની સિસ્ટમનો લાભ કરદાતાને મળી શકશે.

રિલેટેડ ન્યૂઝ