ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં અપૂરતા સ્ટાફથી કફોડી સ્થિતિ

વોર્ડ, મુતરડીમાં ગંદકીથી દર્દીઓ પરેશાન
150 બેડની આ હોસ્પિટલ લાંબા સમયથી વર્ષોથી કાર્યરત છે. પરંતુ તેની સામે 90 બેડનો સ્ટાફ છે. ડોકટરો તો અન્ય સ્થળેથી ટેમ્પરરી મુકાય છે. પરંતુ વર્ગ-4 તથા વર્ગ-3ના કર્મચારીઓ ના મુકાતા વિકટ સ્થિતિ છે. દર્દીના સગાઓ ગમે ત્યાં મુલાકાતે પાનની પિચકારી ગંદકી કરે થોડા સમય પહેલા મુતરડી બાથરૂમ, પાણીની ટાંકી પાસે ગંદકીની સ્થિતિ સર્જાય હતી. પણ પૂરો સ્ટાફ જ નથી ગઈકાલે કેસ બારીમાં નવું વર્ઝન આવતા પૂરતો સ્ટાફ ના હોય દર્દીઓની કતારો થઈ ગઈ હતી.
હોસ્પિટલમાં ગંદકી કરનાર સામે દંડની જોગવાઈ પાવતી બુક છે પણ તેના અમલ માટે સ્ટાફ જ નથી!! 90 બેડની હોસ્પિટલનો સ્ટાફ અને 150 બેડની હાલની સ્થિતિ છતાં પણ આરોગ્ય તંત્ર નવો સ્ટાફ ના મુકતા તથા મંજૂરી પણ ના અપાતા ખર્ચ માટે જોગવાઈ પણ ના થતા સ્થિતિ વિકટ બનવા લાગી છે. તેના કારણે કરોડોની હોસ્પિટલ અને જિલ્લાની સૌથી મોટી હોસ્પિટલમાં વોર્ડ- મુતરડી, સંડાસ ઉકરડા અને ગંદકીની સ્થિતિ ક્યારેક ફેરવાય જાય છે તો આવી જ સ્થિતિ કમ્પાઉન્ડ તથા અન્ય સ્થળોની છે. અપૂરતા સ્ટાફથી સિનિયર સીટીઝન બારી પણ અનેક વખત ન ખોલવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી છે સરકારી તંત્રનો સૌથી વધુ ઉપયોગ ગરીબ જરૂરતમંદો કરતા હોય આવી અગવડતા ભારે ટીકાપાત્ર બની છે.

રિલેટેડ ન્યૂઝ