શાપર વેરાવળમાં એકલવાયા જીવનથી કંટાળી પ્રૌઢનો આપઘાત

ટંકારાના છતર ગામે રસોઈ બનાવતી પરિણીતા અકસ્માતે દાઝી જતા સારવારમાં ખસેડાઇ

શાપર વેરાવળમાં આવેલા ગોવિંદનગરમાં રહેતા પ્રોઢે એકલવાયા જીવનથી કંટાળી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પ્રૌઢના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા ગોવિંદનગરમાં રહેતા અરવિંદભાઈ નાનજીભાઈ જાદવ નામના 45 વર્ષના પ્રૌઢ પોતાના ઘરે હતા ત્યારે ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. પ્રૌઢના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. પ્રોઢે એકલવાયા જીવનથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત ટંકારાના છતર ગામે આવેલી કંપનીમાં કામ કરતી રાધિકાબેન ગુડુભાઇ રાજભર નામની 30 વર્ષની પરિણીતા રસોઈ બનાવતી હતી ત્યારે અકસ્માતે દાઝી જતા તેણીને તાત્કાલિક સારવાર માટે ટંકારા અને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાધિકા રાજભરને સંતાનમાં એક પુત્રી છે અને હાલ છ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ