સૌરાષ્ટ્ર યુનિ. કર્મચારી સોસાયટી સંચાલીત 14મીએ મનુભાઇ વોરા પાર્કનું ઉદઘાટન

1972માં સ્થપાયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો.ઓ.હા.સો.લી. એ સુવર્ણ જયંતિ વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન અને સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી નિર્મિત મનુભાઈ વોરા ચિલ્ડ્રન-સિનિયર સિટિઝન પાર્કનો લોકાર્પણ સમારોહ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અધ્યક્ષ સ્થાને તારીખ 14/04/2024ને રવિવારના રોજ સાંજે 6:30 કલાકે સોસાયટીની શેરી નં-3માં આવેલ રૂૂદ્રમુખી હનુમાન મંદિર પરિસરમાં યોજાશે.આ પ્રસંગે સોસાયટીના સુવર્ણ જયંતી વર્ષ નિમિત્તે પ્રકાશિત સ્મૃતિ ગ્રંથનું વિમોચન કરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી ઉપસ્થિત રહેશે. સોસાયટીના સ્થાપક પ્રમુખ આર.ડી આરદેશણા ખાસ ઉપસ્થિત રહેશે. સીઝન્સ સ્ક્વેર ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અજયભાઈ જોશી, મેનેજિંગ ટ્રસ્ટી અલકાબેન વોરા તથા વાઈસ ચેરમેન કૌશિક મહેતા ઉપસ્થિતિ રહેશે.
કાર્યક્રમનું સંચાલન ઈ.એન.ટી. સર્જન ડો. સેજલબેન ભટ્ટ અને જીતેશકુમાર એમ. પંડિત કરશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, મંત્રી અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહ એમ. પરમાર, સહમંત્રી રમેશ સભાયા, શૈલેષ પટેલ, કૈલેશકુમાર તન્ના,ચાર્ટર્ડ એકાઉન્ટ ભરતભાઈ વાજા, ડો. દર્શન ભટ્ટ, ડી.પી. ત્રિવેદી, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ