આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બેઝ મોનિટરીંગ એપ ખાતે મનપાનો વર્કશોપ

સ્વચ્છ સર્વેક્ષણ-2024 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ:09/04/2024ને મંગળવારના રોજ બપોરે 12:00 કલાકે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ મોનિટરિંગ એપ બાબતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઝીરો વેસ્ટ ઇવેન્ટ બનાવવામાં આવી હતી. ઉપરોક્ત ઇવેન્ટમાં કોઇપણ પ્રકારની પાણીની પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો. પાણી કાચના ગ્લાસમાં આપવામાં આવેલ. આ વર્કશોપમાં સુકા અને ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબીન રાખવામાં આવેલ. આ ઇવેન્ટમાં કોઇપણ પ્રકારના પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવેલ ન હતો.ઉપરોક્ત ઝીરો વેસ્ટ ઇવેન્ટમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, ત્રણેય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ઓ, ત્રણેય ઝોનલ સીટી એન્જિનિયર ઓ, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર ઓ, આસિસ્ટન્ટ એન્જિનિયર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર વર્ક આસિસ્ટન્ટ , ટેકનિકલ સ્ટાફ તથા કમિશનર ના ટેકનીકલ પી.એ.ઉપરાંત સ્માર્ટ સિટીના એક્ઝિક્યુટિવ એન્જિનિયરશ્રી હાજર રહ્યા હતાં.

રિલેટેડ ન્યૂઝ