શહેરનાબેડી યાર્ડમાં ઘઉંચણાની લાખો મણની આવક થઈ રહી છે. ગઈકાલે ચેટીચાંદ પર્વ નિમિતે ઘઉ અને ચણા સહિતની જણસીઓની આવક અને હરાજી કરાઈ હતી. યાર્ડ નજીકના રોડ પર ફરી એક વખત 1200 જેટલા વાહનોની 7- 8 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી. ગઈકાલની આવકોમાં ઘઉ અને ચણાની આવક મુખત્વે અને સૌથી વધુ થતાં ચારેબાજુ ઘઉં અને ચણા જોવા મળ્યા હતાં. તમામ વાહનોને યાર્ડમાં લઈને યોગ્ય જગ્યાએથી જણસીની ઉતરાઈ માટે યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા અને ડિરેક્ટરો અને સ્ટાફ જહેમત ઉઠાવી હતી. અંદાજે 1.10 લાખ મણ ઘઉંની આવક વચ્ચે લોકવનના મણે રૂા. 482-523માં વેપારથયા હતાં. ટુકડાના રૂા. 498-566માં વેપાર થયા હતાં. 90,000થી 1,00000 મણ ચણાની આવક સામે રૂા. 1580- 2210માં સોદા થયા હતાં 9 હજાર ક્વિન્ટલ મગફળીની આવક વચ્ચે જાડી મણે રૂા. 1080-1340માં અને ઝીણી રૂા. 100-1332માં વેચાઈ હતી. 6500 મણ ધાણાના 1300-1781માં વેપાર થયા હતાં આજે યાર્ડમાં રમઝાન ઈદની રજા પળાઈ છે. (તસ્વીર : પ્રવિણ સેદાણી)
રિલેટેડ ન્યૂઝ
-
ઉના પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસવડાનાં અધ્યક્ષ સ્થાને શાંતી સમિતીની બેઠક યોજાઇ
તહેવારોને અનુલક્ષી ચર્ચા કરી કોમી એખલાસ સાથે તહેવારની ઊજવણી કરવાં અનુરોધ કરાયો ઊના તાલુકા અને શહેરી... -
ખંભાળિયામાં વિનામુલ્યે રવિવાર તથા સોમવારે નેત્રયજ્ઞ, દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન કેમ્પ
માનવ સેવા સમિતિ ખંભાલિયા સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ ખાતે દાતાશ્રી : સ્વ.શ્રી રમેશભાઈ પ્રેમજીભાઈ બદીયાણી,... -
ઉનાના નવાબંદર ગામે બંદર કાંઠે હાય વોલ્ટ ટાવર મોત બની લટકી રહ્યો છે
ભારે વરસાદના કારણે ગમે ત્યારે તુટી પડે તેવી સંભાવનાને ધ્યાને રાખી રજુઆત કરવા છતાં તંત્ર બેદરકાર...