રમજાન ઈદે વહિવટી તંત્ર દ્વારા અચૂક મતદાનના લેવડાવાયા શપથ

ઈદગાહ મસ્જિદ ખાતે મતદાન થકી દેશને ઈદી આપવા આહવાન

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત ભારતભરમાં વિવિધ જગ્યાઓ પર મતદાન જાગૃતિ અભિયાનનું આયોજનકરવામાં આવે છે. જે અન્વયે રાજકોટના 72 વિધાનસભા મતવિસ્તાર જસદણની ઈદગાહ મસ્જિદ ખાતે મતદાન જાગૃતિઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણ વહીવટી તંત્ર દ્વારા રમજાનના તહેવારમાં સૌ મુસ્લિમ ભાઈઓએ દેશના મહાપર્વમાં મતદાન કરીને લોકશાહીને ઈદી આપવા અપીલ કરાઇ હતી. વહીવટી તંત્રએ ઉપસ્થિત સર્વે ભાઈઓ-બહેનોને મતદાન કરવાના શપથ ગ્રહણ કરાવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ