પોલીસ સી ટીમની ઓળખ બની રહે એ માટે નવો ડ્રેસ કોડ તૈયાર

સમગ્ર ભારતમાં રોજબરોજ જે રીતે બાળકીઓની જાતીયસતામણીની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે.ત્યારે સમાજમાં આ પ્રકારની ઘટનાને જળમૂળથી ખતમ કરી શકાય તેવા હેતુંથી દીકરીઓમાં જાગૃતિ લાવવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ,જેસીપી વિધિ ચૌધરી,નાયબ પોલીસ કમિશ્ર્નર ટ્રાફીક પૂજા યાદવ,મદદનીશ પોલીસ
કમિશ્ર્નર મહિલા સેલ આર.એસ.બારીઆના માર્ગદર્શન હેઠળ પીઆઇ આઇ.એન. સાવલિયાની સૂચનાથી આજે મહિલા સુરક્ષા જાગૃતિ માટે પોલીસ હેડ કવાર્ટરથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મહિલા પોલીસની શી ટીમની એક ઓળખ બની રહે તે હેતુથી નવો ડ્રેસ કોડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ