બગસરામાં સનાતન ગ્રુપ દ્વારા કાર્યાલયનું ઉધઘાટન

વિગત અનુસાર બગસરા માં પ્રથમ વખત સનાતન ધર્મ ગ્રુપ દ્વારા બગસરા ના પોષ વિસ્તાર ગણાતા સરદાર કોમ્પલેક્ષ માં આ કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં નવા સ્વામિનારાયણ મંદિર ના સ્વામીઓ તેમજ આપાગીગા મંદિર ના મહંતો એ હાજરી આપી હતી આ કાર્યક્રમમાં માં ભૂદેવ દ્વારા શાસ્ક્રોક્ત વિધિ કરી અને ભગવાન ની પૂજા કરવામાં આવેલ હતી અને આ કાર્યાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યાલય નો મુખ્ય ઉદ્દેશ સંગઠન કરી અને ધર્મ ની રક્ષણ કરવાનો છે જ્યારે આ ગ્રૂપ દ્વારા બગસરા ના તમામ નાના મોટા મંદીરો કે જે જર્જરીત હાલતમાં થયેલ છે તેવા મંદિરો નો જીનોધવાર કરી અને પૂજા પાઠ કરી ધર્મ ને આગળ વધારેલ છે જ્યારે આ કાર્યાલય ના ઉધઘાટન માં ઢોલ નગારા અને ફટાકડા ફોડીને વાજતે ગાજતે બગસરા ના સામાજિક અગ્રણીઓ ની હાજરી માં આ કાર્યાલય ને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું .

રિલેટેડ ન્યૂઝ