સાવરકુંડલામાં ઇદની ઉજવણી

પવિત્ર રમઝાન માસના એક માસના રોજા કરીને અલ્લાહપાકની બંદગી બાદ સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા ઇદ ઉલ ફિત્રની ઉજવણી હર્ષોલ્લાસ સાથે દેશભરમાં થઈ ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે સવારે 8.30 કલાકે જુમ્મા મસ્જિદ ખાતેથી અલ્હાઝ સરકાર સૈયદ દાદાબાપૂ કાદરી ની આગેવાનીમાં સવારી ઇદગાહ સુધી પહોંચીને જુમ્મા મસ્જિદ ના પેશ ઇમામ હાફિઝ સાદિક સાહેબે ઇદ ઉલ ફિત્રની નમાજ અદા કરાવેલ હતી ને એકમાસના રમઝાન માસના રોજા રાખનારા મુસ્લિમ બાળકોને સરકાર સૈયદ દાદા બાપુ કાદરીના વરદહસ્તે ઈનામ આપીને નવાજવામાં આવ્યા હતા ને મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઈદ મુબારક પાઠવીને ગળે લગાવીને ઈદ ની ઉજવણી કરવામાં આવી હતી આ વખતે ઈદગાહ પર નવનિયુક્ત સુન્ની મુસ્લિમ જમાત ના પ્રમુખ વાસુભાઈ મલેક અને ઉપપ્રમુખ સહિતના જમાતના સદસ્યોએ સુંદર વ્યવસ્થાઓ ઊભી કરેલ હતી જે સરાહનીય હતું

રિલેટેડ ન્યૂઝ