સાવરકુંડલા શાળાના બાળકોની સિઘ્ધી

સાવરકુંડલા પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા ખાતે ધોરણ આઠનો વિદાય સમારંભ તેમજ ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પીટીશનમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણનો સુંદર કાર્યક્રમ યોજાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કોમ્પિટિશન ભારત રશિયા , જાપાન, ભૂતાન, દુબઈ ,ઓમાનીયા, કંબોડિયા વગેરે સાત દેશોના સ્પર્ધકો વચ્ચે થઈ હતી .જેમાં પે સેન્ટર શાળા નંબર એક સાવરકુંડલા કેન્દ્ર પરથી 24 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં એક વિદ્યાર્થી બીજા નંબરે તથા એક વિદ્યાર્થી ત્રીજા નંબરે વિજેતા ઘોષિત થયેલ .આ કાર્યક્રમમાં સીઆરસી કોર્ડીનેટર વિપુલભાઈ દુધાત એસએમસી કમિટીના શિક્ષણવિદ મુસ્તાકભાઈ જાદવ, એસએમસી કમિટીના અધ્યક્ષ , એસએમસી કમિટીના સભ્યો, વિપુલ પ્રમાણમાં વાલીઓ વગેરેની ઉપસ્થિતિમાં બાળકોને ઇનામો અપાયા હતા. વિવિધ ઇનામો જેમ કે એમ .એફ .હુસેન ,એવોર્ડ અમૃતા શેરગીલ એવોડ્ર, એલેક્ઝા બ્લુટુથ સ્પીકર ,સ્માર્ટ વોચ, બે વિદ્યાર્થીને આર્ટ મેરીટ એવોર્ડ, 12 વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ મેડલ તેમજ આઠ વિદ્યાર્થીઓને કોન્સોલેશન પ્રાઇઝ મળેલ .શાળાના શિક્ષિકા બેન શિલ્પાબેન દેસાઈ દ્વારા ઇન્ટરનેશનલ આર્ટ કોમ્પિટિશનની તમામ કાર્યવાહી તેમજ બાળકોને માર્ગદર્શન આપવામાં આવેલ. શાળાના આચાર્ય મહેશભાઈ જાદવ તેમજ વિપુલભાઈ દુધાત દ્વારા સફળતા પ્રાપ્ત કરનાર બાળકોને અભિનંદન આપેલ. મુસ્તાકભાઈ જાદવે બાળકોમાં રહેલી પ્રતિભાને બિરદાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે જહમત ઉઠાવેલ

રિલેટેડ ન્યૂઝ