લોઢવા વાઢેર પરિવાર દ્વારા નિલોધ્ધાર તથા લોટી ઉત્સવનું આયોજન

સમસ્ત લોઢવા ગામ તથા આહિર સમાજના અન્ય પાંચ ગામ માટે મહાપ્રસાદ યોજાશે

લોઢવા મુકામે આહિર સમાજ રામભાઈ પીઠાભાઈ વાઢેર ભાણાભાઈ પીઠાભાઈ તથા પરબત પીઠાભાઈ વાઢેર તથા રામસીભાઈ રામભાઈ વાઢેર પરિવાર દ્વારા તેમના પિતૃના મોક્ષાર્થે તેમજ રામસીભાઈના સ્વગર્સ પુત્ર જશુભાઈ ના મોક્ષાર્થે નિલ્લોધ્ધાર (નીલપણાવવા)નું આયોજન કરેલ સાથે યમુના મહારાણી લોટી ઉત્સવ પણ રાખેલ છે.
આ પ્રસંગે ત્રણ દિવસ વિવિધ ધાર્મીક કાર્યક્રમો નુ પણ આયોજન કરેલ છે. આ પ્રસંગે તા. 14.4 રવિવારે સમસ્ત લોઢવા ગામ તથા પાધરૂકા બોસન, બરૂલાસાળાજ તથા મોરડીયા ગામમાં વસતા તમામ આહિર સમાજ માટે મહાપ્રસાદનું આયોજન કરેલ છે. સ્થળ લોઢવા ધામળેજ રોડ 66 કેવીની પાસે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. આ કાર્યક્રમ દરેક લોકોએ હાજર રહેવા વાઢેર પરિવાર દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ