લોકશાહીના અવસરને ઉજવવા સંકલ્પબદ્ધ બનતાં ઈન્દ્રોઈના ગ્રામજનો

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓના માધ્યમથી અંતરિયાળ વિસ્તારથી લઈને શહેર સુધી તમામ મતદારોને મતદાન માટે સતત પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. ત્યારે અવસર રથના માધ્યમથી વેરાવળ તાલુકાના ઈન્દ્રોઈના ગ્રામજનો લોકશાહીના અવસરને ઉજવવા સંકલ્પબદ્ધ બન્યાં હતાં.
ઇન્દ્રોઈ ગામના આંગણે અવસર રથ આવી પહોંચ્યો હતો. જ્યાં અવસર રથના સંગીતના સથવારે ઝૂમી આબાલવૃદ્ધ સહિતના સૌ ગ્રામજનો લોકશાહીના મહાપર્વના રંગમાં રંગાયા હતાં. આ રથના માધ્યમથી લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરી લોકશાહીનો અવસરને પૂરી શાન સાથે ઉજવવા તમામ ગ્રામજનો સંકલ્પબદ્ધ બન્યાં હતાં.
ઉપરાંત લોકશાહી વધુ મજબૂત બને તે માટે અવસર રથના માધ્યમથી પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરીને મોટી સંખ્યામાં ગ્રામજનો લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવે તે માટે જાગૃત કરવામાં આવ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ