વિશ્ર્વ હોમીયોપેથી દિવસે વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ નવી દિલ્હી ખાતે સન્માનિત

તા. 10 એપ્રિલ એટલે હોમીયોપેથી ચિકિત્સા પદ્ધતિ ના શોધક ડો હેનીમેન ની જન્મ જયંતિ જેને દુનિયા માં “વિશ્વ હોમીયોપેથી દિવસ” તરીકે ઉજવવામાં આવેછે. આ દિવસે નવી દિલ્હી ખાતે ભારત સરકાર ના આયુષ મંત્રાલય અંતર્ગત એન સી એચ, સીસીઆરએચ, એન આઈ એચ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય સિમ્પોસિયમ ના ભારત ના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરમુજી ના અધ્યક્ષ સાથે યોજાયેલ ભવ્ય કાર્યક્રમ માં ભાવનગર શહેર ની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ને આ સિમ્પોસિયમ માં કોલેજ ના વિધાર્થીઓ દ્વારા વિશિષ્ટ ભાગીદારી નોંધાવવા બદલ સમગ્ર વિશ્વ માંથી આવેલ હજારો ડેલિગેટસ ની ઉપસ્થિતિ માં કોલેજ ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવેલ હતી. અને આ સન્માન કોલેજ ના આચાર્યા ડો પ્રીતિ મુનિ દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલ આ કાર્યક્રમ માં સ્વીકારવામાં આવેલ હતું. સમગ્ર ભારત માંથી માત્ર પાંચ જ કોલેજો ને આ પ્રકાર ના સન્માન માટે ચયન કરવામાં આવેલ હતું અને તેમાં ભાવનગર ની સ્વામી વિવેકાનંદ હોમિયોપેથીક કોલેજ દ્વારા આ સન્માન મેળવવા બદલ શહેરની શિક્ષણ આલમ માં એક ગૌરવ ની લાગણી ફેલાઇ છે.અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ