ખંભાળિયાની સાત વર્ષની બાળાએ આખા રમજાન માસના 30 રોજા રાખ્યા

મુસ્લિમોના પવિત્ર પર્વ રમજાન માસમાં વડીલો- યુવાનો સાથે બાળકો પણ રોજા રાખી અને આસ્થા વ્યક્ત કરે છે. આવી જ એક અનોખી આસ્થા ખંભાળિયાની સાત વર્ષની બાળા આયતબાનુએ કરી હતી.
ખંભાળિયામાં રહેતા સબીરભાઈ મનસુરભાઈ સમાની સાત વર્ષની પુત્રી આયતબાનુએ હાલ સમગ્ર રમજાન માસમાં તમામ 30 રોજા રાખીને ખુદાની બંદગી કરીને પોતાના પરિવાર, સમાજ અને દેશ માટે ખુદાની બારગાહમાં દુઆ કરી હતી.
હાલ ઉનાળાની તીવ્ર ગરમીમાં સાત-આઠ વર્ષના બાળક માંડ એક-બે દિવસના રોજા રાખી શકતા હોય છે. ત્યારે આયતબાનુએ આખા મહિનાના 30 રોજા કરીને એક પણ રોજો ન રહેતા વડીલો માટે પણ દાખલો બેસાડ્યો છે કે જો સાચા દિલથી અલ્લાહની બંદગી કરવી હોય તો કોઈ પણ વિઘ્ન નડતું નથી.
મહત્વની બાબત તો એ છે કે આખા મહિનાના રોજા રાખતી આયતબાનુએ તેણીના બીજા ધોરણની વાર્ષિક પરીક્ષાઓ પણ સફળતાપૂર્વક આપી હતી.

રિલેટેડ ન્યૂઝ