‘બ્યુટીફાઇ’ બાર્ટન પ્રોજેક્ટ અંતર્ગત 19મીએ “અહેસાસ” મ્યુઝિકલ ઇવેન્ટ

ભાવનગરના ગૌરવ સમી બાર્ટન લાયબ્રેરીના નવીનીકરણના લાભાર્થે કલાકારો જમાવટ કરશે

ભાવનગરની સ્થાપત્ય અને અલભ્ય પુસ્તકોની ધરોહર સમાન બાર્ટન લાયબ્રેરીમાં આધુનિક સુવિધા વધારવા અને નવીનીકરણ માટે ઇન્ટેક તથા સ્પર્શ ફાઉન્ડેશને અભિયાન હાથ ધર્યું છે. આ અંતર્ગત તા.19ને શુક્રવારે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે અહેસાસ સાંગીતીક કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં સુખ્યાત ગાયક હાર્દિક દવે અને ભાવનગરના જ જાણીતા વક્તા નેહલ ગઢવી જમાવટ કરશે.ઇન્ટેક તથા સ્પર્શ ફાઉન્ડેશન દ્વારા બ્યુટીફાઇ બાર્ટન લાયબ્રેરી માટે હાથ ધરેલા અભિયાનના ફંડ રેઇઝીંગ માટે આયોજીત અહેસાસ કાર્યક્રમ અંગે મીડિયાને માહિતી આપતા કુંવરીબા બ્રિજેશ્વરીદેવી અને સ્પર્શ ફાઉન્ડેશનના હર્ષા રામૈયાએ જણાવ્યું હતું કે, 19 એપ્રિલને શુક્રવારે રાત્રે 9 કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરીયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. લીલા વર્લ્ડ વાઇડ આ કાર્યક્રમમાં ટાઇટલ સ્પોન્સર છે તો મુખ્ય સહયોગી તંબોલી કાસ્ટીંગ લિ. છે. સીલ્વર બેલ્સ, તનીષ્ક, મેસર્સ રણછોડભાઈ જીણાભાઇ ધોળકિયા, નીરવ અક્ષય ઓઝા પરિવાર, શ્રીજી ગાર્ડન રેસ્ટોરન્ટ સહિતનાનો સહયોગ મળ્યો છે. ડિઝીટલ પાર્ટનર તરીકે રનર, આઉટ ડોર પાર્ટનર પ્રોવેલ પબ્લિસિટી, તથા મેનેજમેન્ટ પાર્ટનર – સ્મોલ વન્ડર્સ આ કાર્યક્રમમાં સહયોગી છે.બ્યુટીફાઇ બાર્ટન અંતર્ગત આયોજીત આ કાર્યક્રમના પ્રવેશપત્ર અને અનુદાન માટે મો.9824622159 ઉપર સંપર્ક કરી શકાય છે તેમ હર્ષા રામૈયાએ ઉમેર્યું હતું.

રિલેટેડ ન્યૂઝ