કેન્સર વોરિયર મહિલાઓ રેમ્પ વોક કરશે રાજકોટમાં સૌ પ્રથમ આયોજન ફેશન શો ફોર કેન્સર વોરિયર્સ


તા.18મી મેએ સયાજી હોટેલમાં આયોજન

કેન્સર વોરિઅર મહિલાઓનો રેમ્પ વોક કે જે તારીખ 18 /5 સયાજી હોટલ ખાતે સાંજે 6 થી 9 છે એ કેન્સર વોરિઅર મહિલાઓનો અદભુત ફેશન શો ની તૈયારી સ્વરૂૂપે તારીખ 15 ના રોજ કે જે કોટેચા સ્કૂલ ખાતે મહિલાઓના આઉટ ફીટ્સ તૈયાર કરવામાં આવશે જે માટે અસ્મિતા વોર્ડરોબ અસ્મિતા ડોડીયા તેમજ અજા ક્રિએશનના કાઝુમી બેન અને 30 બહેનો દ્વારા અતિ આધુનિક અને રૂપિયા 5000 થી માંડી અને 50000 રૂપિયા સુધીની કિંમતના વસ્ત્રો તૈયાર કરવામાં આવી રહ્યા છે. 80 મહિલા કેન્સર વોરીઅર બહેનો માટે અને એમને આ અંગે માહિતી માર્ગદર્શન અને ટ્રેનિંગ આપવામાં આવનાર છે.
તેમજ ટ્રુ સ્ટાઈલ બ્યુટી પાર્લરના તૃપ્તિ બેન અને ક્રિષ્ના બ્યુટી પાર્લરના ભાવનાબેન પરમાર બ્યુટી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. 17મી તારીખે ગ્રાન્ડ રિહર્સલ સયાજી હોટલ ખાતે થશે. 18મી તરીકે રાજકોટના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિઓ સેવા સંગઠનના સેવાભાવી આ કાર્યક્રમમાં હાજરી આપશે કલેકટર પ્રભવ જોષી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ આરએમસી કમિશનર આનંદ પટેલ ડીસીપી પૂજા યાદવ તેમજ રાજકોટના પ્રતિષ્ઠિત એવા અને સેવાભાવી સંસ્થાના પદાધિકારીઓને આમંત્રણ આપવામાં આવેલું છે. આ કાર્યક્રમ દેશનો મોટામાં મોટો કેન્સર વરિયેર વુમન શો રાજકોટમાં થઈ રહ્યો છે જેનો રાજકોટના લોકોને ગર્વ છે. આ માટે કેન્સર ક્લબના સભ્યો જબરજસ્ત મહેનત કરી રહ્યા છે આ કાયેક્મને સફળ બનાવવા માટે રૂપલબેન કોટક જ્યોતિબેન શાસ્ત્રી, જલ્પાબેન, ભાવેશભાઈ માકડીયા, ઋષિભાઈ વસાવડા, બ્રિજેશભાઈ સાપરિયા, જ્યોતિબેન જોશી, ઉત્પલભાઈ દવે, કૌશિકભાઇ રાવલ, અલ્પનાબેન રાવલ, જતીન શાહ, બંકિમ જોષી, મેઘલબેન, માધવીબેન, ભારતીબેન, દિપાલીબેન, સંદીપ ગાંધી વગેરે ભારતનો મોટા મોટો કેન્સર વોરિયર બહેનોનો લિમ્કા બુક રેકોર્ડ કરાવવા પણ જઈ રહ્યો છે . પરમાર મંડપ સર્વિસના નિખિલભાઇ, શિંગાળા સાઉન્ડ સર્વિસ, પાયલ લાઇટિંગ, લહજ્ઞબહય સ્ક્રીનના ચૌહાણ ભાઈ તેમજ જીતુભાઈ પંડ્યા વિડીયોગ્રાફી એન્કર હીરવા બધા ખૂબ જ સહયોગ આપી રહ્યા છે. આ કાયેકમની માહીતી માટે જ્યોતિબેન શાસ્ત્રી (94282 72976) અને જલ્પાબેન કુબાવત (96646 96501)નો સંપર્ક કરવો.

રિલેટેડ ન્યૂઝ