તાલાલા પંથકમાં મીની વાવાઝોડું ફૂંકાતાં કેરીઓ ખરી પડી

તાલાલા પંથકમાં સોમવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ સાથે બપોરે અસહ્ય ઉકળાટ બાદ મોડી રાત્રે 12:00 વાગ્યા બાદ મીની વાવાઝોડા સાથે હળવો વરસાદ પડયો હતો.ભારે પવન સાથે ધુળની ડમરીઓ ઉડતા મીઠી નીંદર માણી રહેલ લોકો ભયભીત થઈ ગયા હતા.તાલાલા પંથકના વિવિધ ગામોમાંથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણે સોમવારે બપોર પછી ગરમીનાં ઉકળાટ બાદ મોડી રાત્રે મીની વાવાઝોડા સાથે વરસાદ નાં ઝાપટા પડયા હતા.અચાનક તેજ ગતિએ પવન શરૂ થતાં ધુળની ડમરીઓ ઉડી હતી ત્યારબાદ મોટાભાગના ગામડાઓમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે બે ત્રણ કલાક બાદ પુન:શરૂ થયો હતો.મીની વાવાઝોડા ના કારણે આંબા ઉપરથી કેરીઓ ખરી પડી હતી જેથી કેરીના પાકને નુક્સાન થયાનું જાણવા મળે છે.સોમવારે મોડીરાત્રે આવેલ વાવાઝોડું 30 થી 35 મીનીટ ચાલ્યું હતું.અચાનક ભારે પવન શરૂ થતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ