કૃત્રિમ પકાવેલા ફળો આરોગ્ય માટે હાનિકારક છે ત્યારે… રાજુલામાં કૃત્રિમ રીતે ફળો પકાવતા લોકો સામે ક્યારે કાર્યવાહી ?

અમરેલી જિલ્લા આરોગ્ય ખાતુ ગરમીમાં સુરક્ષિત રહેવા ઘર બહાર ન નીકળવાની સલાહો જાહેર કરે છે ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર રાજુલામાં કેરી કેળા પપૈયા દ્રાક્ષની વખારો પર ચેકિંગ ક્યારે હાથ ધરશે ? કેળા કેરી પપૈયા ફળો કાર્બન થી પકાવતા હોવાની સમગ્ર શહેરમાં ચર્ચાઓ ઉઠી છે.
રાજુલા શહેરમાં આ વર્ષે ગ્રામ્ય વિસ્તારમાં કેળા અને કેરી ને આવક ઓછી છે અને કેરી હજી તો પૂરતા પ્રમાણમાં બગીચાઓમાં આંબા ઉપર પાકી નથી અને કેળા કેરી ખેડૂતો લાવી રહ્યા છે જે દાબો ઘરમાં નાખવા માટે લાવે છે અને વેપારીઓ કાચી કેરી પણ લેશે પરંતુ રાજુલામાં અત્યારે ધમધોકાર પાકી કેરી અને કેળા પોપૈયા પાકેલ અને લીલી દ્રાક્ષ પાકેલી જોવા મળે છે અને ઠેર ઠેર લારીઓમાં કેરી અને પોપૈયા જોવા મળતા હોવાથી લોકો ખૂબ જ કેરી લઈ રહ્યા છે પરંતુ આ કેરી ઘરે જઈને ખાવામાં આવે છે ત્યારે ખાટી મોળી અને નીરસ હોય છે. આ કેરીઓ રાજુલામાં 10 જેટલા કેરીઓના કેળાના ગોદામો હોવાથી આ કેરી અને કેળા કુદરતી પાકેલા નહીં પરંતુ દવાઓથી 24 કલાકમાં આ વસ્તુ કાર્બન કે અન્ય વસ્તુ અન્ય દવાઓ ભેળવી અને પકવી અને બજારમાં વેચાતી હોવાથી આરોગ્ય સાથે ચેડા થતા હોય તેવું સમગ્ર શહેરમાં ચર્ચા છે ત્યારે અમરેલી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ અમરેલી થી આવી અને ઓચિંતા સાંજે અને સવારે ગોદામેથી લારી ભરાતી હોય છે ત્યારે ગોદામ દુકાનો ખોલાવી ચેકિંગ કરવામાં આવે તો આમાંથી અખાત્ય કેરીઓ અને કેળા પોપૈયા જોવા મળશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે તો અમરેલી જિલ્લા આરોગ્ય ટીમ તાત્કાલિક આવા ગોદામો ચેક કરી આમાં પકવવાના સાધનો દવાઓ કબજે કરે જેથી આરોગ્ય સાથે ચેડા ન થાય તેવી માંગ ઉઠી છે.

રિલેટેડ ન્યૂઝ