ધોરાજીમાં પ્રિ મોન્સૂન કામગીરી મામલે આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદન

ધોરાજી શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચોમાસા પૂર્વે વોંકળા, બુગદા, અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન સહિત નદી, નાળા સાફ સફાઈ કરવા બાબતે આમ આદમી પાર્ટી ધોરાજી દ્વારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના વહીવટદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ.હાલ ચોમાસા ના ગણતરી ના દિવસો બાકી છે: ત્યારે ધોરાજી શહેર મા પ્રિમોન્સૂન કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે અને ગત વર્ષે ચોમાસા દરમિયાન ચામડિયા કુવા .પીરખાના કુવા . રંગાલી મહોલ્લા .વોકળા કાંઠા .રામપરા ,પાંચપીર ની વાડી ,બહાર પુરા ,અનેક વિસ્તાર સહિત શહેર ના અનેક વિસ્તારોમાં પ્રશ્નો થાય છે ભુગર્ભ ગટર ના પાણી રોડ ઉપર નીકળતા પ્રજા ના માથા સમાન બન્યું હતું જેથી વહેલી તકે ભૂગર્ભ ગટર નદી નાળા ની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ