વાંકાનેરમાં કારે મોપેડને હડફેટે લેતા ચાલકનું મોત

પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી

વાંકાનેરના નવાપરા વાસુકીદાદાના મંદિર પાસે પ્લેઝર મોપેડ સવાર પિતા પુત્રને અલ્ટો કારે હડફેટે લેતા પ્લેઝર ચાલક 17 વર્ષીય પુત્ર માથામાં ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરમાં વીશીપરા ગોડાઉન રોડ ઉપર રહેતા અનવરભાઇ હુશેનભાઇ બુખારી ઉવ.50 અને તેનો 17 વર્ષીય પુત્ર એહમદરઝા પોતાના હવાલા વાળુ હીરોહોન્ડા કંપનીનુ પ્લેઝર રજી.નં. જીજે-03-ડીઇ-7889 લઈને જતા હોય જે મોપેડ તેમનો પુત્ર ચલાવતો હોય ત્યારે અલ્ટો કાર રજી.નં. જીજે-13-એનએન-6014ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી મોપેડને પાછળથી હડફેટે લેતા જેમાં અનવરભાઈને વાસાના ભાગે તથા જમણા હાથે સામાન્ય ઇજા પહોંચી હતી જયારે તેમના પુત્ર એહમદરઝાને માથાના ભાગે ગભીર ઇજા થતા સારવાર દરમ્યાન 17 વર્ષીય પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે સમગ અકસ્માતના બનાવ અંગે અનવરભાઇ હુશેનભાઇ બુખારીએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં અલ્ટો કારના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ