જામનગરમાં વકીલની હત્યા કરનાર સાયચા ગેંગ અલગ અલગ જેલમાં ધકેલાઈ

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીધામની જેલમાં આરોપીને મોકલાયા

જામનગરના અતિચાર જનક એવા એડવોકેટ હારુંન પલેજાની હત્યા કેસમાં પોલિસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગ ના 15 આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, અને જામનગરની જિલ્લા જેલમાં રાખવામાં આવ્યા હતા. તે તમામ આરોપીઓ ને અલગ અલગ જેલમાં રાખવા માટેનો નિર્ણય લેવાયો હતો, જેના અનુસંધાને તમામને રાજ્યની અલગ અલગ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે.
જે સાયચા ગેંગના આરોપી બસીર સાયચા અને ઉંમર સાયચા ને રાજકોટની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે, અને આજે સવારે તેઓની જેલ ટ્રાન્સફર કરવામાં આવી છે.
આ ઉપરાંત સિકંદર સાયચા અને શબ્બીર સાયચા ને સુરતની લાજપોર જેલ માં , ઇમરાન સાયચા અને એજાજ સાયચા ને અમદાવાદ ની જેલ માં, ગુલામ સાયચા અને રમજાન સાયચા ને વડોદરાની જેલ માં , દિલાવર અને સુલેમાન સાયચા ને ગાંધીધામ ગાડપદર જેલ માં, મહેબૂબ પલારા ને ભુજ ની જેલમાં તેમજ અસગર સાયચા ને અમરેલી ની જેલ માં મોકલવામાં આવ્યા છે.

રિલેટેડ ન્યૂઝ