ઉનાના ભડીયાદર ગામના યુવાન પાસે 1.75 લાખ લઈ લુંટેરી દુલ્હન પલાયન

ગામનો યુવાન સુરતના બે દલાલ પાસે માળવી પરીવારને લઈ ઞયો, સીમા ગાયકવાડ નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા

ઘરે આવતા લુંટેરી દુલ્હને દાંત દુ:ખાવાની ફરિયાદ કરતા પતિ ભાણકી સાથે દવાખાને આવતા ત્યાંથી ગાયબ થઈ ગઈ

ઉના પોલીસમા ભોગ બનનારના પિતા દ્વારા દુલ્હન સહિત ચાર સામે પોલીસમા અરજી કરાઈ

ઉનાના ભડીયાદર ઞામ ના અપરિણીત યુવાન ના લગ્ન કરવા છોકરી ની તલાશ કરતા માળવી પરીવાર ને તેનાજ ઞામ ના એક શખ્સે માયાઝાળ મા ફસાવી સુરત ના બે દલાલ મારફતે લુંટેલી દુલ્હન સાથે લગ્ન કરાવી ને રૂ 1.75 લાખ ના શીશા મા ઉતારી સોના ચાંદી ના દાઞીના સહિત ની ઉઠાંતરી કરી લુંટેલી દુલ્હન ફરાર થઇ જતા ભારે ચકચાર સાથે ઉના પોલીસ સ્ટેશન મા અરજી આપતા દુલ્હન સહિત ચાર ની શોધખોળ હાથ ધરાઇ છે.
સુત્ર માથી મળતી વિગત અનુસાર ઊના ના ભડીયાદર ઞામે રહેતા રામભાઈ પુનાભાઈ માળવી ના લગ્ન માટે યુવતી ની તલાશ તેમનો પરીવાર કરતો હોય આ દરમ્યાન યુવાન ની બહેન નાથીબાઈ પુનાભાઈ સાથે ભડીયાદર ઞામ ના રમેશભાઈ ટાંક નામના યુવક નો ભેટો થતા તેને સુરત ના દલાલ સાથે પરિચય હોઈ અને છોકરીઓ સારી હોય ત્યાં જવુ પડશે અને પૈસા અને સોના ચાંદી ના દાઞીના ચઢાવવા પડશે તેવી લોભામણી લાલચ આપી કાનજીભાઈ પુનાભાઈ માળવી અને તેમની બહેન નાથીબેન પુનાભાઈ અને પરીવાર ના સભ્ય રામભાઈ ને સાથે લઈ જઈ ને સુરત ના દલાલ વૈદુભાઈ તેમજ જીતુભાઈ સાથે સંર્પક કરીને લગ્ન કરાવવા મહારાષ્ટ્ર ના થાના જગન્નાથ ચાલી સહકારી બેંક પાસે રહેતી સીમા નીલેશ ઞાયકવાડ નામની યુવતી બતાવી તેની સાથે લગ્ન નક્કી થઈ જતા 1.75 લાખ મેળવી સોના ચાંદી ના દાઞીના અને કપડા સહિત ચીજવસ્તુઓ અપાવી સીમા સાથે લગ્ન કરાવી આપ્યા બાદ તમામ પરીવારજનો રાજીખુશી સાથે દુલ્હન સીમા ને ધરે પુત્રવધૂ બનાવી લાવ્યા હતા.
રામભાઈ અને તેમની બહેન પરીવાર ના સભ્ય તો લગ્ન ની ખુશી નો હજુ થાક ઉતારે એ પહેલા લૂંટવા નાં ઇરાદે આવેલી દુલ્હન સીમા ને દાંત દુખતા હોવાની પતિ રામભાઈ માળવી ને જાણ કરતા તેમના બહેન ની દીકરી બેનાબેન સાથે સીમા ને લઈ ને ઞત તારીખ 18 મે ના રોજ સાંજે દાંત દેખાડવા ઊના દવાખાને આવેલ કેસ કઢાવતા 34 નંબર નો વારો હોય સાંજના 4થી 6 વાગ્યા દરમ્યાન વારો આવશે એ તક નો લાભ લઇ લુંટેલી દુલ્હન ને બાથરુમ જવુ છે તેમ સાથે રહેલ બેનાબેન ને જણાવી પાંચ મીનીટ મા આવુ છુ તેમ કહી ને દવાખાના ની બહાર નિકળી સીમા છૂમંતર થઈ ઞયેલ હતી આમ તારીખ 10 મે ના રોજ સુરત ઞયેલ યુવક રામભાઈ લગ્ન કરી આવ્યા ના આઠ દિવસ મા લુંટેલી દુલ્હને ધોકો આપી ને છેતરપીંડી વિશ્વાસઘાત કરી નાશી છુટતા પરીવાર માથેહાથ રાખી ચોધાર આંસુએ રડી રહયો લુંટેલી દુલ્હન સીમા સોના નો ચેઈન, વિટી, સોના નો દાણો અને ચાંદી ની જાંજરી સહિત ની વસ્તુઓ પણ પહેરી નાસી ગઈ હોય તેની શોધખોળ કરતા નહી મળતા તાત્કાલિક રમેશભાઈ ટાંક અને દલાલ નો સંપર્ક કરતા સીમા તમારી વાડી એ આવી ગઈ છે તેવુ રામભાઈ પુનાભાઈ ને જણાવેલ જેથી દવાખાને વારો આવી ઞયો છે સીમા કંઈ રીતે વાડી એ પહોંચી?? આવુ કહેતા દલાલે કહેલ કે અમે પાંચ લાખ લઈ ને લગ્ન કરાવી એ છીયે તમને સસ્તા મા લગ્ન કરાવી આપ્યા છે હવે થી ફોન કરતા નહી તેમ કહી ફોન કાપી નાખેલ હતો ત્યાર બાદ ફોન કરતા ચાર પાંચ દિવસ મા આવી જશે તેવુ જણાવી લુંટેલી દુલ્હન સહિત ચાર શખ્સોએ એક ઞૃપ કરી ને વિશ્વાસઘાત કરી લુંટેલી દુલ્હન સીમા સાથે બોઞસ છેતરપીંડી કરી ને લગ્ન કરાવી 1.75 લાખ રોકડા અને સોના ચાંદી ના દાઞીના ની ઉઠાંતરી કરી ને લુંટેલી દુલ્હન સીમા રામભાઈ પુનાભાઈ માળવી નો જીવન સંસાર ની શરૂઆત થાય તે પહેલા છૂમંતર થઈ ગઈ હતી.આ બાબતે કાનજીભાઈ પુનાભાઈ માળવી એ ઊના પોલીસ ને લેખીત અરજી આપતા તપાસ હાથ ધરી લૂટેલી દુલ્હન સીમા ઞાયકવાડ અને સુરત ના બે દલાલ તેમજ ભડીયાદર ઞામ ના રમેશભાઈ ટાંક સહિત ચારેય ની શોધખોળ શરૂ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ