વેરાવળમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત મુસ્લિમ સમાજના પ્રમુખો, નગર સેવકોએ કાળી પટ્ટી પારણ કરી સુત્રોધાર કર્યા

વેરાવળમાં સ્માર્ટ વીજ મીટરનો વિરોધ યથાવત રહેલ હોય જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખો, નગરસેવકોએ કાળી પટી ધારણ કરી સૂત્રોચ્ચાર કરી ઉર્જા મંત્રી, વીજ તંત્રને આવેદનપત્ર પાઠવી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બંધ કરવાની માંગ કરેલ છે.
વેરાવળ મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલ પંજા, તુરક સમાજના પટેલ જાવેદ તાજવાણી, ફકીર સમાજના ઈકબાલ બાનવા, નગરસેવક ગુલામ ખાન, અલ્તાફભાઈ ચૌહાણ, વેપારી આગેવાનો, જુદી જુદી સમાજના પટેલો અને વિસ્તારના રહીશો અને વેપારીઓ દ્વારા ઊર્જા મંત્રી તથા પીજીવીસીએલ ના મુખ્ય કાર્યપાલક ઇજનેર સહીતનાને કરેલી રજૂઆતમાં જણાવેલ કે, “સ્માર્ટ મીટર એ સ્માર્ટ ચિટર” છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના ઘણા શહેરોમાં સ્માર્ટ મીટર વિદ્યુત કંપનીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતના ઘણા જિલ્લાઓમાંથી સ્માર્ટ મીટર અંગે અનેક ફરિયાદો ઉઠી છે. ગુજરાતમાં વિદ્યુત યુનિટ દર મોંઘુ છે અને તેમાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે ઝડપી ગતિએ દોડે છે અને ખોટું મીટર રીડિંગ બતાવે છે જેથી લોકોના ખિસ્સા ઉપર બોજ વધી રહ્યું છે. મોંઘવારીના યુગમાં સામાન્ય લોકોનું બજેટ વિખેરાઈ રહ્યું છે અને લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ તકલીફ ભોગવી રહ્યા છે તેમાં આ સ્માર્ટ મીટર એ ચીટર તરીકેનું કામ કરી રહ્યું છે અને આ સ્માર્ટ મીટરની કામગીરીને હાલ બંધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. ગુજરાતના લોકોને સ્માર્ટ મીટરની નહીં પણ સ્માર્ટ હોસ્પિટલની, સ્માર્ટ સ્કૂલોની, સ્માર્ટ રસ્તાઓ સહીતની જરૂર છે આવા સૂત્રોચાર કરી વિરોધ નોંધાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

રિલેટેડ ન્યૂઝ