ભાણવડના ધુમલી પાસે ઓમકારેશ્ર્વર મંદિરનો આજે પાટોત્સવ ઉજવાશે

ભાણવડ નજીક ઘુમલી ગામ પાસે આવેલ વિશાળ ગાયત્રી આશ્રમમાં બીરાજતાં ઓમકારેશ્ર્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ તા.ર3ને ગુરુવારે યોજાશે. જેમાં અનેક વિધ કાર્યક્રમ યોજાશે. આ માટેની તૈયારીઓ પણ થઇ ચૂકી છે.
પ્રારંભમાં સવારે આઠ કલાકે શીવ લધુરૂદ્રનું આયોજન છે, સાંજે સાડા સાત કલાકે ભોજન પ્રસાદી યોજાશે. અને રાત્રે સાડાનવ કલાકે કાનગોપીની રાસ મંડળીનો ધાર્મીક કાર્યક્રમ યોજાશે. જેમાં રમેશભાઇ આદીત્યાણાવારા સહીત પ્રહલાદભાઇ નાનડીયાવારા તેમજ ગાયક કલાકાર નારણભાઇ આહીર, સામતભાઇ, દીલસુખભાઇ, સંચાલીકા માતાજી શોભનાબેન જોશીના માર્ગ દર્શન તળે સ્વયસેવકો જહેમત ઉઠાવે છે.

રિલેટેડ ન્યૂઝ