જસદણના આટકોટ ગામે અજાણ્યા યુવકનો મૃતદેંહ મળી આવ્યો

જસદણના આટકોટ ગામે ટી પોઈન્ટ નજીકથી અજાણ્યા યુવકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ મળ્યો, હતો જેને ફોરેન્સિક પીએમમાં ખસેડાયો છે.બાવળની જાડીમાં યુવકનો અંદાજે 20 દિવસથી મૃતદેહ પડ્યો હોવાનું પોલીસનું અનુમાન છે.જસદણ તાલુકાના આટકોટ ગામે આવેલ ટી પોઈન્ટ નજીક બાવળની જાડીમાં અજાણ્યા યુવકનો કોહવાયેલ હાલતમાં મૃતદેહ પડ્યો હોવાની સ્થાનિક લોકોએ આટકોટ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો. આ બનાવમાં બાવળની જાડીમાં અજાણ્યા યુવકનો અંદાજે 20 દિવસથી મૃતદેહ પડ્યો હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું હતું. જો કે અજાણ્યા યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા તેની લાશને ફોરેન્સિક પી.એમ. માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આટકોટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ