ભાણવડના બરડા ડુંગરમાં ધ્રામણીનેશ વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ભાણવડ પી.એસ.આઈ એમ.આર. સવસેટા દ્વારા બરડા ડુંગરમાં પ્રોહી અંગે કોમ્બિગ કરવામાં આવેલ હોય અને આ કોમ્બિગ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના તથા પો.સ્ટાફના માણસો ભાણવડ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સ્ટાફના માણસોને મળેલ હકીકત કે ધ્રામણીનેશમાં રહેતો બોઘા જગા રબારી બરડા ડુંગરમાં આવેલ ધ્રામણીનેશથી પૂર્વે દિશા બાજુ આશરે એકાદ કી.મી. દૂર આવેલ નાના ડુંગરની ટોચના ભાગે દેશીદારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ હોવાની ચોક્કસ હકીકતના આધારે રેઇડ કરતા રેઇડ દરમ્યાન દેશીદારૂ બનાવવાનો કાચો લીટર 1600 જેની કી.રૂ. 3200ના મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન ઉપરોક્ત આરોપી હાજર ન મળી આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(તસવીર: પરબત ગઢવી)

રિલેટેડ ન્યૂઝ