જામનગરમાં એસટીના ડ્રાઈવર સામે નોંધાતો ગુનો

બસ રિવર્સમાં લેતા દિવાલ કાર પર પડી તી

જામનગરના એસટી ડેપોમાં ગઈકાલે બપોરે એ એસ.ટી.બસના ચાલકે બેફિકરાઈ પૂર્વક બસને રિવર્સમાં ચલાવી એસ.ટી. ડિવિઝન ની દિવાલ ને તોડી નાખી હતી. જે દિવાલ નો કાટમાલ પાછળ પડેલી એક કાર ઉપર પડ્યો હતો, અને કારમાં રૂપિયા અડધા લાખનું નુકસાન થયું હતું. જે કારના માલિકની ફરિયાદ ના આધારે પોલીસે એસટી બસના ડ્રાઇવર સામે ગુનો નોંધ્યો છે.
જામનગરના એસટી ડિવિઝનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા એસટી ના કર્મચારી કમલેશભાઈ અરશીભાઈ કદાવલા, જેણે ગઈકાલે જીજે 18-ઝેડ 3597 નંબરની એસટી બસ રિવર્સમાં ચલાવીને એસ ટી ની દિવાલ સાથે અથડાવી દીધી હતી. જે અકસ્માતમાં એસટી બસને નુકસાન થયું હતું, જ્યારે દીવાલ પણ તૂટી ગઈ હતી.
જે કાટમાળ એસ.ટી ડિવિઝનની બહાર પાર્ક કરવામાં આવેલી જીજે 10 એ.પી. 8272 ઉપર પડ્યો હતો, અને કારના બંને સાઈડના કાચ,બોનેટ, બમ્પર એકસેલ વગેરે માં અંદાજે રૂપિયા 50 હજારની નુકસાની થઈ હતી. જે બનાવ મમામલે કારના માલિક જ્યોતિલ કુમાર વિનોદરાય જોશી એ પોલીસમાં નુકસાની અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે એસ ટીના ડ્રાઇવર કમલેશ અરશીભાઈ કદાવલા સામે ગુનો નોંધ્યો છે.

રિલેટેડ ન્યૂઝ